________________
યાત્રા કરીને, અઢી લાખ મનુષ્યોવાળા સંઘનું સ્વામીપણું પામીને સંપત્તિના સ્થાનરૂપ પોતાના માંડવગઢમાં પ્રાપ્ત થયો. તે વખતે રાજા તથા સર્વ લોકોએ સ્થાને સ્થાને મોટા ઉત્સવો કરવાપૂર્વક તેને પ્રવેશ કરાવ્યો. અનુક્રમે મંત્રી પોતાના ઘેર આવ્યો, પછી તેણે સત્કારપૂર્વક સર્વ સંઘના લોકોને પોતપોતાને સ્થાને મોકલ્યા. તે વખતે સપુરુષોનાં ઘરો ઊંચા બાંધેલાં તોરણો વડે શોભતાં હતાં. સ્ત્રીઓ પણ હાથમાં અક્ષતપાત્રને ધારણ કરી મધુર રચનાવાળાં મંગળ ગીત ગાવા વડે દેવીઓ જેવા ગૌરવને પામતી પોતપોતાને ઘેર ગઈ. ત્યાર પછી અર્થી જનોને સુવર્ણના મેઘ જેવા તે મંત્રીએ નગરની સર્વ જ્ઞાતિઓને ભક્તિ સહિત ભોજન કરાવ્યું, શ્રીસંઘની ઘણી પૂજા કરી, પરિવાર સહિત રાજાનો ભક્તિપૂર્વક સત્કાર કર્યો અને ઇંદ્રપુટાદિકના ઉત્સર્જન વગેરેનો મહોત્સવ કર્યો તથા સૌભાગ્યની ઉપર મંજરીની જેમ, શ્રી તીર્થયાત્રાને અનુસાર દેવોના આહાનનો વિધિ પણ કર્યો.
ચરિત્ર-પ્રશસ્તિ
શ્રી દેવેન્દ્ર નામના મુનીંદ્રની પાટના મુગટ સમાન શ્રી ધર્મઘોષસૂરિ નામના ગુરુ હતા. તેમના ચરણકમળની રજ વડે મસ્તકને પવિત્ર કરનાર પૃથ્વીધર નામના મંત્રી હતા. તેના વંશરૂપી આકાશના વિસ્તારમાં સૂર્ય સમાન શ્રી ઝાંઝણ મંત્રી હતા. આ ત્રણે પુરુષો જગતના
૧૯૩
ચરિત્ર-પ્રશસ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org