________________
વગેરેને ભોજનાદિક કરાવવામાં તે મંત્રીએ પાંચ લાખ રૂપિયાનો
ખર્ચ કર્યો.
૯
ઝાંઝણ મંત્રીની તીર્થયાત્રા અને તેની સમાપ્તિ
પછી કેટલેક દિવસે સારંગદેવ રાજાની રજા લઈ અદ્ભુત કર્મ વડે વિશ્વને ચમત્કાર કરનાર મંત્રી સંઘ સહિત ધનનો વરસાદ વરસાવતા આગળ ચાલ્યા. અનુક્રમે ચાલતાં, પાપ કર્મને નાશ કરનાર, તે સંઘ સ્ત્રીઓનાં ભૂષણોના મણિઓની કાંતિ વડે તામ્ર (રાતી) દેખાતી ત્રંબાવતી (ત્રંબાવતી) નામની નગરીએ પહોંચ્યો. ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે, કે જે પ્રતિમા કેટલાક કાળ સુધી સ્વર્ગમાં ઇંદ્રને ઘેર રહી હતી; પછી કૃષ્ણ વાસુદેવની દ્વારકા નગરીમાં રહી હતી; પછી ભવનપતિ દેવોએ આરાધન કરાતી નાચેંદ્રના ભવનમાં રહી હતી અને ત્યાર પછી આ નગરીમાં રહી છે, તે નાગાર્જુનની સુવર્ણ સિદ્ધિના કારણરૂપ થઈ છે, તથા શ્રી અભયદેવસૂરિનું શરીર સારું કર્યું છે-આવી તે શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું સંઘજનોએ ભાવથી વિધિપૂર્વક પૂજન કર્યું.
તે પછી સંઘ ગોધરા વગેરે નગરોમાં થઈને લક્ષણપુર નગરમાં આવ્યો. ત્યાં અત્યંત આનંદથી તેનો વખાણવાલાયક પ્રવેશ મહોત્સવ થયો. પછી દરિદ્રતારૂપી બળતા દાવાનળથી તાપ પામેલા લોકોને શીતળ કરવામાં ઝંઝા નામના વાયુ સમાન તે બુદ્ધિમાન ઝાંઝણ મંત્રી પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૯૨
www.jainelibrary.org