________________
લીલાવતી રાણીનો આપઘાતનો પ્રયત્ન
પછી તેણીએ વિચાર કર્યો : ‘રાજાએ કાઢી મૂકી તેથી પિતાને ઘેર જતાં પણ મને લજ્જા આવે છે, તેથી બન્ને પક્ષથી ભ્રષ્ટ થયેલી મારે મરવું એ જ શરણ છે.' એમ વિચારી દ્વાર બંધ કરી પોતાના દેહને અધ્ધર બાંધીને લટકાવવા તૈયાર થઈ તેટલામાં, પુણ્ય ત્રુટી જવાથી પ્રાણી જેમ સ્વર્ગમાંથી નીચે પડે છે તેમ, દોરો ત્રુટી જવાથી તે નીચે પડી. તે વખતે અકસ્માત પડવાનો અવાજ સાંભળીને વ્યાકુળ થયેલી મંત્રીની પ્રિયા એકદમ દ્વાર ઉઘાડી અંદર ગઈ, એટલે તેણીની તેવી ચેષ્ટા જોઈ તે ઉત્તમ બુદ્ધિવાળીએ કહ્યું : “હે ભોળી ! નીચ સ્ત્રીને ઉચિત આવું કાર્ય શું આરંભ્યું ?’' રાણીએ કહ્યું : “હે માતા ! રાજાએ અપરાધ વિના મને વગોવી, તેથી કેમ ન મરું ? માછલી પણ પાણી ચાલ્યું જવાથી જીવતી નથી. તમે જ કહો કે જેમ નવા કોળાને કોઈ આંગળી અડાડે તો તે તત્કાળ સૂકાઈ જાય છે, તે ન્યાય પ્રમાણે મહિમાના ઘરરૂપ માની પુરુષોને કોઈ આંગળી દેખાડે (કલંક આપે) તો તે કેવી રીતે જીવે ?'' તે સાંભળી મંત્રીની સ્ત્રીએ કહ્યું : “હે પુત્રી ! આવી બુદ્ધિ ન કર કેમ કે મરવાથી દુર્ગતિ થાય છે, અને જીવવાથી તમોને કલ્યાણની શ્રેણી પ્રાપ્ત થશે, પરંતુ પોતાની હિતની ઇચ્છા રાખીને તમે મારા કહેવા પ્રમાણે ઉપાય કરો, કે જેથી વરની જેમ આ તમારો સંતાપ પણ
લીલાવતી રાણીનો આપઘાતનો પ્રયત્ન
૧૧૧
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org