________________
નાશ પામે." ત્યારે તેણીએ કહ્યું: “તો મને આ દુ:ખસાગરમાંથી ઉપાયરૂપી વહાણ વડે તમે તારો.” આ પ્રમાણે લીલાવતીએ કહ્યું, ત્યારે અમાત્યની સ્ત્રીએ તેણીને આ પ્રમાણે નવકાર મંત્રનો મહિમા કહ્યો :–
રાણી લીલાવતીનો નવકાર-જાપ અને તેનું ફળ
પંચ પરમેષ્ઠીનો નમસ્કાર મંત્ર કલ્પવૃક્ષ જેવો છે. તેના દરેક અક્ષરે એક હજાર અને આઠ આઠ મહાવિદ્યાઓ રહેલી છે. તે મંત્રના પ્રભાવથી ચોર હોય તે મિત્ર થાય છે; સર્પ માળારૂપ થઈ જાય છે; અગ્નિ જ ળરૂપ થઈ જાય છે; જળ સ્થળરૂપ થઈ જાય છે; અરણ્ય નગરરૂપ થઈ જાય છે અને સિંહ શિયાળ જેવો થઈ જાય છે. તે મંત્રનું માત્ર સ્મરણ જ કર્યું હોય તો તે લોકોને મોહ પમાડે છે; શત્રુને ઉખેડી નાંખે છે; પ્રિય વસ્તુનું આકર્ષણ કરે છે; વશ ન થયેલાને વશ કરવામાં કામણરૂપ થાય છે અને ઘાત કરનારને સ્તંભન કરે છે. આ મંત્રનું ધ્યાન કરવાથી તે આ ભવમાં સર્વ આપત્તિઓને દૂર કરે છે, અને સર્વ મનોરથોને પૂર્ણ કરે છે તથા પરભવમાં રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ પણ આપે છે. તેથી શરીર અને વસ્ત્રની શુદ્ધિ કરીને શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પૂજા તથા ધૂપોન્સેપ વગેરે કરવાપૂર્વક તું તે મંત્રનો એકાગ્ર મનથી નિરંતર જાપ કર.” પેથડકુમાર ચરિત્ર
૧ ૧ ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org