________________
આ પ્રમાણે કહી ચતુર એવી તેણીએ તે લીલાવતી રાણીને પંચ નમસ્કાર મંત્ર શીખવ્યો. ત્યારે તે આતુરતાથી એક ચિત્તવાળી થઈને વિધિપૂર્વક તે મંત્રનું સ્મરણ (જ૫) કરવા લાગી. પદ્માસને બેસી મનોહર આકૃ તિવાળી, શ્વેત વસ્ત્રો ધારણ કરનારી અને હસ્તમાં રત્નની અક્ષમાળાને ધારણ કરતી તે સમયે સરસ્વતીની જેવી શોભતી હતી. તે મંત્રનો પચાસ હજાર જપ થયો, ત્યારે શ્રદ્ધાવાળી તેણીને સ્વપ્નની અંદર આવીને કોઈ પ્રસન્ન થયેલી દેવીએ કહ્યું :
હે પુત્રી ! આજથી આઠમે દિવસે સવારે તારી સેવામાં ઉત્સુક થયેલો રાજા પોતે જ તને બોલાવવા માટે અહીં આવશે.” આ પ્રમાણે સ્વપ્નની વાત પ્રાત:કાળે તેણીએ પ્રથમિણીને કહી અને ત્યારથી વિશેષ કરીને તે મંત્રનું ધ્યાન કરવા લાગી. જેની પ્રતીતિ થઈ હોય તેના પર કોણ રાગી ન થાય ? સ્વપ્નમાં દેવીએ જે આઠ દિવસ કહ્યા હતા તેમાંના પાંચમે દિવસે તેણીએ લાખ જપ પૂર્ણ કર્યો, તે વખતે જે થયું તે હવે હું કહું છું—
રાજ હસ્તીનો ઉન્માદ
રાજાનો રણટંગ નામનો પટ્ટહસ્તી ઘંટાનો નાદ કરતો સુભટોથી પરિવરેલો અને મહાતેજસ્વી હતો. પાણી પીવા માટે હસ્તીશાળામાંથી બહાર નીકળ્યો. તેના શ્યામ અંગ ઉપર સિંદૂર ચોપડેલો હતો. તેથી
રાજ હસ્તીનો ઉન્માદ
૧ ૧ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org