________________
જાણે ગેરુએ કરીને સહિત પર્વત હોય, સંધ્યા સહિત અંધકારનો સમૂહ હોય અને વીજળીવાળો જાણે મેઘ હોય એવો તે દેખાતો હતો. તેના શરીર ફરતી સુવર્ણની ઘૂઘરીઓવાળી માળાના આકારવાળી દોરી વીંટેલી હતી. તેના બહાનાથી જાણે કે તે સુવર્ણના અક્ષરવાળી જયપ્રશસ્તિની શ્રેણીને ધારણ કરતો હોય તેમ શોભતો હતો. દાતાર પુરુષ જેમ દાનથી યાચકોનું આકર્ષણ કરે તેમ તે દાનજળ (મદજળ)થી ભમરાઓના સમૂહનું આકર્ષણ કરતો હતો. તથા જેમ એકલો સૂર્ય જ અંધકારનો નાશ કરે છે, તેમ તે હાથી એકલો જ શત્રુઓના સૈન્યને જીતનાર હતો. આવો તે હાથી માર્ગમાં જતાં મદિરાના ગંધને અનુસાર તે તરફ ચાલ્યો. તે વખતે અંકુશને પણ ગણકાર્યા વિના કલાલની દુકાને જઈ ત્યાં એક કુંડામાં રહેલી મદિરાનું તેણે પાન કર્યું. તે વખતે તે જાણે પાખરેલો સિંહ હોય, ઘીથી સિંચેલો અગ્નિ હોય અને જાણે પાંખવાળો સર્પ હોય એમ અત્યંત ઉદ્ધત થયો. તેથી પગના ભાર વડે પૃથ્વીને કંપાવતો, ગંભીર ગર્જના કરતો તે મહાવતને પાડી નાંખી લોકોને હણવા માટે યમરાજની જેમ દોડ્યો. તે વખતે કલ્પાંત કાળના ઊછળતા, સમુદ્રથી ઉત્પન્ન થતા
ધ્વનિની જેવા તુમુલ (ઘોંઘાટ) વડે વ્યાકુળ થયેલા બધા લોકો પોતપોતાની દુકાનો છોડીને સર્વ દિશાઓમાં નાસવા લાગ્યા. તે હાથી જાણે પોતાને વધાવવા માટે હોય તેમ મોતીના સમૂહને ઉછાળવા લાગ્યો; વસ્ત્ર રહિત દિશાઓરૂપી સ્ત્રીઓને જાણે વસ્ત્ર દેવાની ઇચ્છા
૧. બખ્તર પહેરાવેલો. પેથડકુમાર ચરિત્ર
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org