________________
હોય તેમ વસ્ત્રોને ઉછાળવા લાગ્યો; તેલ અને ઘીની મોટી નીકો વહેવરાવવા લાગ્યો; વાવણી કરતા ખેડૂતની જેમ ચોતરફ ધાન્ય ફેકવા લાગ્યો; મોટા અખંડ લાડુ ઓ વડે દડાને ઉછાળવાની ક્રીડા કરવા લાગ્યો અને સલ્લકી વૃક્ષનાં પાંદડાંની જેમ નાગરવેલનાં પાન ખાવા લાગ્યો. આ પ્રમાણે મેરુપર્વત જેમ સમુદ્રનું મથન કરે તેમ ચોટાનું મથન કરી તે હાથી નગરના કિલ્લાની બહાર ગયો. તેને કોઈ પણ સુભટ, હાથી કે ઘોડા રોકી શક્યા નહીં. ત્યાં નગરની બહાર એક મોટું, પાંદડાઓ વડે ઘટાટોપ વૃક્ષ હતું, તે એક ભૂત વડે અધિષ્ઠિત હતું તથા પૃથ્વીનું જાણે છત્ર હોય તેમ તે શોભતું હતું. તે વટવૃક્ષમાં રહેલો જે ભૂત છે તે, તે વૃક્ષની શાખાનો ભંગાદિક કરનારા પ્રાણીઓને તત્કાળ આપત્તિમાં નાખતો હતો. આવા તે વૃક્ષને સન્મુખ જોઈ ક્રોધથી ત્રણ ગુણા બળવાન થયેલા તે હાથીએ પોતાની પ્રચંડ સૂંઢ વડે ભરડો લઈને તેને મૂળમાંથી ઉખેડી નાખ્યું. તે વખતે તે હાથીના કષ્ટ આગમનનો અને રાજાના હર્ષના પ્રયાણનો જાણે દુંદુભિ વાગ્યો હોય એવો, કાનને અતિ કટુ લાગે તેવો કોઈક મોટો કડાકો થયો. તે સાંભળી કૌતુકથી લોકો પોતાના ઘરના ઝરૂખા ઉપર ચડી જોવા લાગ્યા. તે વખતે તે હાથી આગળ ચાલ્યો. તેવામાં કોપ પામેલા તે ભૂતે તેના શરીરમાં ઊતરી તેને ત્રણ વાર ભમાડી પૃથ્વી પર પાડી દીધો. પોતાના ઘરને (સ્થાનને) પાડનાર ઉપર કોણ ક્ષમા રાખી શકે ? પર્વત જેવડી કાયાવાળો તે હાથી પડયો ત્યારે પર્વતો સહિત પૃથ્વી કંપી અને શેષનાગ પણ કુ% (વાંકો) થઈ ગયો (નમી ગયો). ૧૧૫
રાજ હસ્તીનો ઉન્માદ
આગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org