________________
ત
આ હકીકત જાણીને રાજા તેના તરફ દોડ્યો. તેની પાસે આવી, તેને મરેલા જેવો જોઈ, જાણે વજથી હણાયો હોય તેમ તે મૂચ્છ પામ્યો; કારણ કે તે હાથી જ રાજ્યનું જીવન હતું. લીલા કે ળના પાંદડાં વડે પવન નાંખવાથી તે રાજાને ચૈતન્ય આવ્યું, ત્યારે ડાહ્યા પુરુષોએ તેનું કારણ જાણીને તેને વિજ્ઞપ્તિ કરી : “હે દેવ ! આ હાથી જીવતો છે, પણ તે ભૂતથી દૂષિત થયો છે, તેથી ઉત્સુકતાપૂર્વક તેના દોષરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘની ધારા સમાન ચિકિત્સા કરાવો.” ત્યારે રાજાએ તેમના કહેવાથી તે હાથીના શરીર જેવડો મોટો અડદનો ઢગલો કરી મૂર્તિમાન જાણે પોતાનું પાપ હોય તેવો તે ઢગલો બ્રાહ્મણોને આપી દીધો; તે ઉપરાંત મણિ, મૂળ અને મંત્ર વગેરેના ઘણા પ્રતિકારો (ઉપાયો) પણ કરાવ્યા. પરંતુ તે બધા, ખલ પુરુષના ઉપકારની જેમ, તેને ગુણકારક થયા નહીં. તો પણ આશા બળવાન હોવાથી અનેક ઉપચારોને કરાવતો રાજા તે હાથીને ફરતું સૈન્ય રાખીને પોતે ભોજન કરવા માટે પોતાના મહેલમાં ગયો. ચિંતાથી વ્યાપ્ત તે રાજાને જોઈ ચતુરા નામની દાસીએ તેને કહ્યું :
હે દેવ ! હાલમાં શીલની લીલાવાળા મંત્રી જેવો કોઈ પણ આ જગતમાં નથી, તેથી પ્રભાવવાળા તેના પહેરવાના વસ્ત્ર વડે તે હાથીને ઢાંકવામાં આવે તો, જેમ સૂર્યના પ્રકાશથી પૃથ્વીલોક અંધકારના દોષથી રહિત થાય છે તેમ, તે હાથી પણ ભૂતના દોષથી રહિત થાય. તેના જ પહેરવાના શ્રેષ્ઠ ચીર વડે આચ્છાદિત થયેલી લીલાવતી પણ પહેલાં પ્રેતરૂપી જવરથી મુક્ત થઈ હતી.” પેથડકુમાર ચરિત્ર
૧૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org