________________
આ પ્રમાણે કહેતાં જ રાજાને અનિષ્ટ એવી લીલાવતીનું નામ દેવાથી શંકા પામેલી તે દાસી આટલું જ બોલીને રહી ગઈ. રાજાએ પણ તેણીને કાંઈ પૂછયું નહીં. પરંતુ તેણે એટલું વિચાર્યું : “આ દાસીના કહેવા પ્રમાણે પણ એક વાર કરી જોઉં, કેમ કે નદીના પૂર વડે તણાતો માણસ કાંઠે ઊગેલા તણખલાનું પણ અવલંબન કરે છે.' આ પ્રમાણે વિચારી પેથડ મંત્રીનું વસ્ત્ર લાવવા માટે તેણે તે જ દાસીને મોકલી ત્યારે તે દાસીએ તેની સ્ત્રી પાસે જઈ કારણ કહી મંત્રીનું વસ્ત્ર માગ્યું એટલે તેની પ્રિયાએ બ્રહ્મચર્યવ્રતવાળા મંત્રીએ દેવપૂજાને વખતે પહેરવાથી પવિત્ર કરેલું દિવ્ય દુકૂળ તે દાસીને આપ્યું.
પછી દાસીએ લાવીને આપેલું તે ચીર લઈને રાજા હાથીની પાસે ગયો અને માણસો પાસે તે હાથીને તે રાતા વસ્ત્ર વડે આચ્છાદિત કરાવ્યો. તે વખતે ચપળતા રહિત વીજળી રૂપી વલ્લભાને હૃદયમાં ધારણ કરી નિદ્રા વડે શબ્દરહિત થયેલો મેઘ જાણે કે પૃથ્વી પર આવી વિશ્રાંતિ પામ્યો હોય તેવો તે હાથી શોભવા લાગ્યો. શુદ્ધ શીલથી ઉત્પન્ન થયેલા તે વસ્ત્રના પ્રભાવથી તે દુષ્ટ દેવે, જેમ જાંગુલી મંત્રના જપથી વિષનો આવેગ શરીરનો ત્યાગ કરે તેમ, તે હાથીનો ત્યાગ કર્યો. ઓપપાતિક શય્યામાંથી દેવ ઊભો થાય ત્યારે જેમ જય જય શબ્દ થાય તેમ તે ચીરનો ત્યાગ કરી તે હાથી પૃથ્વીતળથી ઊભો થયો ત્યારે લોકોએ જય જય શબ્દ કર્યો, અશ્વોના હેકારવ, હાથીઓની ગર્જના અને સુભટોના સિંહનાદની સાથે તત્કાળ આકાશને ફોડી નાંખે તેવા સ્વર વડે વાજિંત્રો વાગવા લાગ્યાં. હજારો મનુષ્યોએ
રાજ હસ્તીનો ઉન્માદ
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org