________________
તે ચીરનો વૃત્તાંત જાણ્યો, ત્યારે મંત્રીના શીલની પ્રશંસા કરતા કોણે પોતાનું મસ્તક નહિ ધુણાવ્યું હોય? પછી તે શણગારેલા હાથી ઉપર ચડીને રાજાએ મંત્રીને પોતાની સાથે બેસવાનો ઘણો આગ્રહ કર્યો ત્યારે તે મંત્રીએ કહ્યું : “હે દેવ ! પહેલાં મેં ગુરુની સમીપે હાથી પર બેસવાનો નિયમ ગ્રહણ કર્યો છે, તે કેમ ભંગ કરવો ? કેમ કે નિયમનો ભંગ અતિ દુ:ખદાયક થાય છે. વિચક્ષણ પુરુષે સંસારરૂપી સાગરમાં મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં આવીને નિયમરૂપી રત્નોને ગ્રહણ કરીને તેનું યત્નથી રક્ષણ કરવું જોઈએ.” તે સાંભળી રાજાએ તેને માટે સુવર્ણના પલાણ, ચાબૂક અને ચોકડાથી શણગારેલો પટ્ટઅશ્વ મંગાવ્યો. તેના પર રાજાએ તેને ચડાવ્યો. ત્યાર પછી તે રાજા અને મંત્રી બન્ને અનુક્રમે ઊંચા છત્ર અને શ્રીકરીને મસ્તક પર ધારણ કરતા, ચામરોથી વીંઝાતા તથા તેજ અને કીર્તિ વડે સૂર્ય અને ચંદ્રને જીતતા હોય એવા મહોત્સવપૂર્વક નગરમાં પેઠા. પછી રાજાએ બહુમાન, સ્તુતિ અને સત્કારપૂર્વક તે મંત્રીને પાંચ અંગે પહેરામણી કરી એક લાખ રૂપિયા આપી વિદાય કર્યો–ઘેર જવાની રજા આપી. ,
હવે હર્ષરૂપી કતકના ચૂર્ણ વડે પ્રસન્ન (નિર્મળ) થયેલા રાજાના હૃદયરૂપી સરોવરમાં આ વિચારરૂપી રાજહંસી આવી : “મંત્રીના શીલથી ઉત્પન્ન થયેલો યશ આખા વિશ્વમાં માતો નથી, તેથી ખાટલો અને ઈસની પરસ્પર ઘટનાના ન્યાયથી આ લીલાવતી રાણી પણ દોષરહિત
૧. ખાટલો અને ઈસો પરસ્પર મળે છે તો પણ તેમાં જેમ કાંઈ પણ દોષ નથી તેમ.
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org