________________
વસ્ત્ર તેણીને કેમ આપે ? યોગ્યતા નહીં છતાં શ્રેષ્ઠ વ્રતના ભારનો
સ્વીકાર કરીને નંદિપેણ, આદ્રકુમાર અને મદનકીર્તિ વગેરે મુનિઓએ ચારિત્રનો ત્યાગ કર્યો હતો. તો હવે આ સ્ત્રીને દેશનિકાલ કરવા માટે મંત્રીને જ જો આજ્ઞા આપું, તો તે દુર્મતિ મંત્રી પણ તેણીની સાથે જ વિદેશમાં જાય અને તેમ થવાથી અલી (અળસ) ગઈ કહેવાય અને મંત્રીને પણ પ્રસન્ન કર્યો કહેવાય.”
આ પ્રમાણે વિચારીને રાજાએ તત્કાળ મંત્રીને બોલાવી તેણીને દેશનિકાલ કરવાનું ફરમાવ્યું. તે સાંભળી રાજાનું કાર્ય અવિચારિત હોવાનું અનુમાન કરી મંત્રી જાણે અંગધારી રાજ્યલક્ષ્મી હોય તેવી તેણીને પોતાને ઘેર લઈ ગયો. રાજાએ તેણીને દૂર મૂકી કે નજીકમાં મૂકી? ઇત્યાદિ કાંઈ પણ મંત્રીને પૂછયું નહીં, કેમ કે અપ્રિય જનની વાતો તો દૂર રહો, પરંતુ તેનું નામ પણ દુ:ખદાયી થાય છે.
લીલાવતીનો દેશનિકાલ સાંભળી કદંબા રાણી હૃદયમાં અત્યંત આનંદ પામી. લોકો સપત્નીને સાપણ અને શાકિનીના સરખી કહે છે, તે સત્ય છે. તેલ ચોળતી વખતે સપત્નીના તેલના બિંદુ વડે પાર્વતીનું ચિર (વસ્ત્ર) જો દૂષિત થયું, તો જીવતી સપત્ની કેમ શુભ હોય? મંત્રીએ લીલાવતીને પૂછયું : “તમારો શો અપરાધ હતો ?” તે બોલી : “હે તાત! મને કાંઈ ખબર નથી.” ઇત્યાદિ કહેતી એવી તેણીને આશ્વાસન આપી મંત્રીએ તેને પોતાના ઘરમાં ગુપ્ત રાખી.
પેથડકુમાર ચરિત્ર
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org