SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કપટ કરવામાં અત્યંત નિપુણ હોવાથી પોતાના સ્વામીને પણ યમરાજને ઘેર મોકલે છે. તેણીને મંત્રીમાં એટલી બધી લુબ્ધતા છ કે રાત્રિએ તેની સાથે ક્રીડા કરીને દિવસે પણ તે મંત્રીના વસ્ત્રને પોતાના હૃદય પરથી દૂર મૂકતી નથી. હે સ્વામી ! જો મારા આ વચન ઉપર તમને વિશ્વાસ ન આવતો હોય તો હમણાં જ તેણીના મંદિરમાં જઈને જાતે જોઈ ખાતરી કરો.'' આ પ્રમાણે કદંબા રાણીનું વચન સાંભળી રાજા તરત જ લીલાવતીને ઘેર ગયો. ત્યાં રાતું વસ્ત્ર ઓઢીને સૂતેલી તેણીને જોઈ. ‘જરૂર, આ સ્ત્રી રાગસમુદ્રમાં મગ્ન થઈ છે,' એમ તેણે માન્યું. તે રેશમી વસ્ત્ર પણ મંત્રીનું જ છે એમ તેણે તત્કાળ ઓળખી પણ લીધું. તેથી ક્રોધની રતાશના બહાનાથી રાજાનાં નેત્ર જાણે કે તે વસ્ત્રની જ કાંતિથી વ્યાપ્ત થયાં હોય તેમ તે દેખાવા લાગ્યો. કદંબાના વચનની તેને અત્યંત ખાતરી થઈ, તેથી ક્રોધ પામ્યા છતાં પણ સ્ત્રીનો વધ કરવો યોગ્ય નથી એમ ધારી તેણીને હણ્યા વિના પોતાને સ્થાને જઈ રાજાએ વિચાર કર્યો : ‘જગતમાં ઉત્તમોત્તમ એવા આ મંત્રીથી જો આવુ અકાર્ય થયું, તો જરૂર અમૃતથી વિષ ઉત્પન્ન થયું, અને ચંદ્રથી અગ્નિની વૃષ્ટિ થઈ. પ્રાણીઓનું ચરિત્ર આશ્ચર્યકારક જ હોય છે. કર્મની ગતિ વિચિત્ર છે, અને કામભોગ મલિન જ છે, તેથી આ બાબતમાં અસંભવિત શું ? (સર્વ સંભવિત જ છે.) જો આ નાસ્તિક સ્ત્રીમાં મંત્રી આસક્ત થયો ન હોય તો મેં પ્રીતિથી તેને આપેલું ઉત્તમ ૧૦૯ Jain Education International રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy