________________
ઓઢીને સૂતી, એટલે તે દિવસે તેણીને તાવ આવ્યો નહીં. સર્વ મનોરથને પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ માત્ર ફળ જ આપે તેમાં કાંઈ તેની સ્તુતિ કહેવાતી નથી, તેમ સર્વ પ્રકારનું સુખ કરનાર બ્રહ્મચર્યવ્રત આવા જવરનો નાશ કરે તેમાં તેની શી પ્રશંસા ? કદાચ ફરીથી તાવ આવે એવી શંકાને લીધે તે દિવસે તાવ ન આવ્યાના સમાચાર કોઈએ રાજાને જણાવ્યા નહીં, કેમ કે રાજાઓ ખોટા ઉપર અત્યંત કોપ કરે છે. પછી ફરીથી તાવનો વારો હતો, તે દિવસે રાણી તે વસ્ત્ર વડે પોતાનું સર્વ શરીર ઢાંકી પલંગ ઉપર સૂતી અને કમનસીબે નિદ્રાવશ થઈ ગઈ.
આ અવસરે રાજાની મુખ્ય રાણી જે કદંબા નામની હતી, તેણીએ પ્રથમથી જ આ વાત જાણેલી હતી, તેથી ઈષ્યને લીધે રાજા પાસે એકાંતમાં જઈને તેણે કહ્યું : “હે સ્વામી ! હું તમને એક વિજ્ઞપ્તિ કરવા આવી છું, જોકે તે તમને રુચશે નહીં, તોપણ ઔષધના ન્યાયની જે મ ગુણકારક હોવાથી સાંભળો : કાન્યકુ જ રાજાની પુત્રી, જે તમારી રાણી છે, તે મંત્રીમાં અત્યંત લુબ્ધ થઈ છે, તેથી તે તમારું અમંગળ ન કરો, એટલું જ કહેવાનું છે; કારણ કે કામાંધ પ્રાણીઓને પાપનો ભય હોતો નથી. ઇંદ્રથી પણ સ્ત્રીઓનું નિયંત્રણ થઈ શકે તેવું નથી, કારણ કે તે જો લુબ્ધ થઈ હોય તો તેને પાતાળમાં રાખો તોય અન્ય પુરુષને તે સેવે જ છે. તુચ્છ સ્વભાવવાળી અને સ્વચ્છેદપણાને ઇચ્છતી પાપિણી સ્ત્રીઓ
પેથડકુમાર ચરિત્ર
- ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org