________________
તે રાજા લાંબો નિ:શ્વાસ નાખવા લાગ્યો; સર્વત્ર શૂન્યતા જ જોવા લાગ્યો; અને વાતચીત ઉપર કોપ કરવા લાગ્યો. તે કાંઈ પણ બોલતો નહોતો, ખાતો નહોતો અને સૂતો પણ નહોતો. આવી અનેક પ્રકારની વિચિત્ર ચેષ્ટા કરવા લાગ્યો. મ્લેચ્છની જેમ પ્રેમની રીત વિપરીત જ હોય છે. ઘણું શું કહેવું ? બધા પદાર્થો અરતિને પામતા તે રાજાએ, થોડા જળમાં રહેલા મલ્યની જેમ, અતિ વ્યાકુળપણે તે રાત્રિ નિર્ગમન કરી. તે વખતે પ્રભાતનાં વાજિંત્રોનો નાદ થયો, અને સભાના સર્વ લોકો એકઠા થયા તથા દિવસનો પહેલો પહોર પણ પૂરો થયો, તો પણ રાજા બહાર નીકળ્યા નહીં; તેથી મંત્રીએ વિચાર કર્યો: ‘હજુ સુધી રાજા સભામાં આવ્યા નથી, તો શું અત્યાર સુધી નિદ્રામાં હશે કે શરીરની કાંઈ અપટુતા (અસ્વસ્થતા) હશે કે સ્ત્રીને વિષે આસક્તિ હશે કે બીજું કંઈ કારણ હશે ?' એમ વિચાર કરતો મંત્રી રાજાના શયનગૃહમાં ગયો. ત્યાં શ્યામ મુખવાળા, ચિંતાથી વ્યાકુળ અને હાથ ઉપર મસ્તક રાખીને પલંગ પર બેઠેલા રાજાને જોઈ તેણે કહ્યું : “હે દેવ ! દિવ્ય સ્ત્રી, અશ્વ, હસ્તી, શત્રુ, દેશ અને યુદ્ધ વગેરેમાંથી કઈ બાબતમાં આજે તમને ચિંતા થઈ છે ?” તે સાંભળી રાજાએ નિઃશ્વાસ મૂકતાં કહ્યું : “હે બુદ્ધિના નિધાન મંત્રી ! તે પ્રિયાને મેં દેશનિકાલ કરી છે, તેના વિના હું મારા પ્રાણોને પણ ધારણ કરવા શક્તિમાન નથી. તે નવા સ્ત્રીરત્નને મેં વિના અપરાધે, સપત્નીના કહેવાથી, દેશનિકાલ કરેલ છે, તેથી તેણીને જોયા પછી જ હવે હું ભોજન કરીશ.” આ પ્રમાણે પેથડકુમાર ચરિત્ર
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org