________________
પહેલો
તરંગ
મંગલ ઉપક્રમ
પલ્લવ (નવાંકુર), કેસર, પાંદડાં અને ભમરાઓ વડે દેખાતાં કલ્પવૃક્ષોની જેમ પાંચ પરમેષ્ઠીઓ તમારું ઈચ્છિત કરો !
હું ધારું છું કે પોતાને નમસ્કાર કરતા મનુષ્યોને વિદ્યાનાં બીજ આપવા માટે તૈયાર થયેલી જે સરસ્વતી દેવી પોતાના હાથમાં અક્ષમાળા(નવકારવાળી)ના બહાનાથી વિદ્યાનાં બીજને જ ધારણ કરે છે, તે સરસ્વતી દેવી અમારું રક્ષણ કરો !
શ્રી સોમસુંદરસૂરિ નામના આચાર્યની પાટરૂપી ઉદયાચળ પર્વત ઉપર સૂર્યના જેવા તેજસ્વી શ્રી રત્નશેખરસૂરિ નામના આચાર્ય જયવંતા વર્તે છે -શોભે છે.
- શિષ્યોના હૃદયરૂપી સુંદર પેટીઓને ઉઘાડવાની નિપુણતાને ધારણ કરનારી શ્રી નંદિરત્ન નામના ગુરુની વાણી સરલ કુંચીની જેવી શોભે છે તે આશ્ચર્ય છે.
૧. જેમ કલ્પવૃક્ષ-પુષ્પાદિક પાંચ અવયવ વડે શોભે છે, તેમ અહીં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચ અવયવ વડે પરમેષ્ઠીપદ શોભે છે એમ જાણવું.
૨. વાંકી કૂંચીથી જ પેટી વગેરે ઊઘડી શકે છે, છતાં અહીં ગુરુની વાણી સરલ હોવાથી કૂંચીને સરળ કહી છે તે આશ્ચર્ય છે.
૧
મંગલ ઉપક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org