________________
મનુષ્યોનો અલંકાર લક્ષ્મી છે, અને લક્ષ્મીનો અલંકાર દાન છે. તે દાન જો પાત્રને અપાયું હોય તો તે અનંત ફળને આપનારું થાય છે. તે વિષે કહ્યું છે કે –
“મૂઢ માણસ પોતાના શરીરના ઉપભોગમાં ધનનો વ્યય કરે છે અને ચતુર પુરુષ પાત્ર માટે ધનનો વ્યય કરે છે. શરીર વડે જેનો ઉપભોગ કરવામાં ન આવે અને પાત્રને જેનું દાન દેવામાં ન આવે, તેવું જડ પુરુષનું ધન ખાતર વડે જાય છે -ચોર વગેરે લૂંટી જાય છે.” (૧) *
પાત્રના ગુણોથી રહિત એવી ગણિકા પણ નામમાત્રથી પાત્ર કહેવાય છે, પરંતુ જે નામ પ્રમાણે ગુણવાન હોય તેને જ સત્પરુષોએ પાત્ર કહ્યું છે. પાત્ર શબ્દનો અર્થ આ પ્રમાણે કહેલો છે :
“પા” એવા અક્ષરથી પાપ અને ‘ત્ર' અક્ષરથી ત્રાણ એટલે રક્ષણને કરનાર કહેવાય છે. આ (પા+ત્ર) બે અક્ષર ભેગા થવાથી પાત્ર શબ્દ બને છે એમ પંડિતો કહે છે. (પાપથી જે રક્ષણ કરે તે “પાત્ર” કહેવાય છે. (૨)
પંડિત પુરુષો પાત્રના બે પ્રકાર કહે છે : સ્થાવર પાત્ર અને જંગમ પાત્ર. તેમાં પુરયને માટે જે પ્રાસાદ -ચૈત્ય અને પ્રતિમા વગેરે
આ રીતે અંકવાળા પેરા આ ચરિત્રમાં આવતાં સુભાષિતોનું ભાષાંતર છે. તેના મૂળ લોકો પાછળ પરિશિષ્ટમાં ક્રમશઃ આપેલ છે.
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org