________________
. કરાવવું તે સ્થાવર પાત્ર કહેવાય છે, અને જે અધિક જ્ઞાનવાન હોય, તપ વડે કૃશ થયેલ હોય, મમતા રહિત હોય, અહંકાર રહિત હોય તથા સ્વાધ્યાય અને બ્રહ્મચર્ય વગેરેથી યુક્ત હોય, તે જંગમ પાત્ર કહેવાય છે. સંસારરૂપી સમુદ્રને તારવામાં વહાણ સમાન છે લક્ષ્મી અરિહંત વગેરે પાત્ર માટે કૃતાર્થ કરવામાં ન આવે-વાપરવામાં ન આવે-તે લક્ષ્મીને અલક્ષ્મી (અળસ) જ માનવામાં આવી છે. કહ્યું છે કે –
‘‘જેમ સર્વ પ્રકારના મેઘનું જળ ધાન્યરૂપ સંપત્તિને કરનારું થાય છે, તેમ સર્વ પ્રકારનું દાન ભોગરૂપ લક્ષ્મીને આપનારું થાય છે; પરંતુ સ્વાતિ નક્ષત્રનું જળ જેમ મૌક્તિક (મોતી) રૂપ બને છે, તેમ સત્પાત્રમાં આપેલું દાન મૌક્તિકને (મોક્ષને) આપનારું થાય છે.” (૩)
સાત ક્ષેત્રમાં ધનરૂપી બીજને વાવી શ્રદ્ધારૂપી જળ વડે તેને વૃદ્ધિ પમાડી નિયાણાદિકરૂપ ઈતિભયથી રહિત કરવામાં આવે તો તે ધનરૂપી બીજ શસ્યફળને આપે છે; તેથી અનેક રાજાઓનાં ચરિત્રોરૂપી ઉજજવળ મોતીવાળા અને સારા ક્ષેત્રમાં ધનની વૃષ્ટિ કરવાના કારણરૂપ સુકૃતસાગર નામનો ગ્રંથ હું રચું છું.
૧. ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ. ૨. ધાનરૂપી ફળને તથા વખાણવા લાયક મોક્ષરૂપ ફળને. 3. પુણ્યરૂપી સમુદ્ર.
મંગલ ઉપક્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org