________________
શ્રેષ્ઠી દેદાશાહનો વંશ અને પેથડનો જન્મ
માળવા દેશના એક વિભાગમાં નમ્રાટ (નિમાડ) નામે દેશ છે. તે સ્વર્ગની રમણીયતાના આડંબરને જીતનાર છે, તથા તેમાં વસતા લોકો અખંડ સુખને ભોગવે છે. તે દેશમાં જેને શત્રુ-રાજાઓ ન જોઈ શકે તેવી નાંદુરી નામની નગરી છે. તે નગરીની ચારે તરફ ફરતો કિલ્લો લક્ષ્મીના નિધાનની રક્ષા કરવામાં સર્પ જેવો શોભે છે. ત્યાં નમ્રાટ નામનો દેશ, નાંદુરી નગરી, નેમિનાથનું ચૈત્ય, નારાયણ નામનો મંત્રી, નાગિણી નામની ગણિકા, નાગ નામનો શ્રેષ્ઠી, નાગાર્જુન નામનો યોગી વગેરે ઘણા નકારો છતાં પણ ત્યાંના લોકોના મુખમાં કદાપિ દાન દેવા નકાર જણાતો નહોતો. નગરીમાં ઉકેશ નામના વંશમાં મોતી સમાન શ્રીપા નામના શ્રેષ્ઠીના કુળમાં ઉત્પન્ન થયેલો દેદ નામનો વણિક હતો, પરંતુ તે દારિદ્રયનું ઘર હતો. કહ્યું છે કે
“દુષ્ટ વિધાતાએ ચંદ્રમાં લાંછન કર્યું છે, લક્ષ્મીમાં ચપળતા મૂકી છે, સમુદ્રનું પાણી ખારું બનાવ્યું છે, ચંદનનાં વૃક્ષો ઉપર સર્પો રાખ્યા છે, પ્રેમી જનોમાં વિયોગ સર્યો છે, નરરત્નોમાં વૃદ્ધાવસ્થા દીધી છે, દેવોનું પણ પતન-ચ્યવન કર્યું છે અને વિદ્વાનોમાં દારિદ્રય મૂક્યું છે. આ રીતે બધી ઉત્તમ વસ્તુને દૂષણના સ્થાનરૂપ બનાવી છે.” (૪)
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org