________________
તે દેદ વણિક વ્યાજે ધન લઈને પાછું આપવાની શક્તિ નહીં હોવાથી, લેણદારોના ભયને કારણે, એકદા જંગલમાં ગયો. કહ્યું છે કે –
યક્ષાદિકના ચૈત્યમાં શયન કરવું, અવસર વિના ભોજન કરવું, ખોટું બોલવું- કહેવું, પોતે છુપાઈ જવું, રાત્રિમાં ગમન કરવું, ભાટચારણોનાં વચન સાંભળી સંતાપ-ખેદ પામવા, સંકટમાં પડવું, ખુશામતનાં વચન બોલવાં અને પોતાના માહાભ્યને (માનને) દૂર દેશ કાઢી મૂકવું : જો દુઃખના કારણરૂપ કરજને કાઢવાની ઇચ્છા હોય તો તારે આ સર્વ પાઠને પ્રથમથી જ ભણવાના છે.” (૫)
એકદા ભોજ રાજાએ નવા ખોદાવેલા સરોવરમાં આભૂષણોથી અલંકૃત એક મસ્તક પ્રગટ થયું. તેણે “કોણ જીવે છે ? (કોને જીવતો કહેવો ?)” એમ ત્રણ વાર પૂછયું, ત્યારે ધનપાલ કવિએ જવાબ આપતાં કહ્યું: “હે જળચર ! જેને ઘેર પાંચમે કે છઠે દિવસે શાક રંધાતું હોય તથા જે પુરુષ દેવાદાર ન હોય અને પ્રવાસી ન હોય, તે પુરુષ જ જીવે છે. (તેવા પુરુષને જ જીવતો જાણવો.)”
તે દેદ વણિકે તે વનમાં નાગાર્જુન નામના યોગીને જોયો. યોગી ઉત્તમ વર્ણવાળા સુવર્ણ અને રૂપાને બનાવવામાં સમર્થ હતો તેમજ આકર્ષણ, વશીકરણ અને કામણ વગેરે વિદ્યાનું ઘર હતો. તે પદ્માસને બેઠેલો હતો. તેણે સ્ફટિક મણિનાં કુંડલ પહેર્યા હતાં. તેની પાસે સુવર્ણનો દંડ હતો અને તેણે આખા શરીરે ભસ્મ ચોળી હતી.
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
વંશ અને જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org