________________
આવા વિદ્યાસિદ્ધ પુરુષને જોઈને તે દેદ વણિકે પોતાનું દારિદ્રય નષ્ટ થયું માન્યું અને મેઘને જોઈને મયૂર આનંદ પામે તેમ તે આનંદથી પ્રફુલ્લિત બની ગયો. કહ્યુ છે કે
“દેવોનું વરદાન, સિદ્ધ પુરુષોનું દર્શન, ગુરુજન અને રાજાનું સન્માન તથા નષ્ટ થયેલા ધનની પ્રાપ્તિ ઃ આ સર્વ વસ્તુ પુણ્ય વિના મળી શકતી નથી.'' (૬)
લેણદારોના ભયથી તે દેદ નગરીમાં ગયો નહીં, તેથી ભોજન કર્યા વિના જ તેણે યોગીંદ્રની સેવા કરતાં ત્રણ દિવસ વીતાવ્યા. તે વખતે તે દેદાશાએ આહારનો ત્યાગ કરી થોડી પણ પ્રશસ્ત સેવા કરી, તેથી તે યોગીંદ્રનું મન તેના પર પ્રસન્ન થયું, કહ્યું છે કે—
નેત્ર, ગાય, સારા ખેતરની ધરતી અને શુક્તિ (છીપ) જેવા મનુષ્યો કૃતજ્ઞ એટલે કરેલા ગુણને જાણનારા હોય છે; તથા પર્વત, શરીર, ઊખર ભૂમિ અને સર્પના જેવા મનુષ્યો કૃતઘ્ની એટલે કરેલા ગુણનો ઘાત (વિનાશ) કરનારા હોય છે.'' (૭)
તે દેદને કૃપાપાત્ર જાણીને યોગદ્રે કહ્યું, “હે વત્સ ! તું કે મ ભોજન કરતો નથી ?’’ દેદાશાએ પોતાનું સત્ય કારણ તેને જણાવ્યું, કેમ કે આવા યોગી પાસે અસત્ય બોલવું ઠીક નથી. કહ્યું છે કે
‘મિત્રની પાસે સત્ય બોલવું જોઈએ, સ્ત્રીઓની પાસે પ્રિય વચન બોલવું જોઈએ, શત્રુની પાસે જૂઠ્ઠું બોલવું યોગ્ય છે તથા સ્વામીની પાસે સત્ય, પ્રિય અને હિતકારક વચન બોલવું યોગ્ય છે.'' (૮) પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org