________________
તે સાંભળી શક્તિમાન યોગીએ તત્કાળ હુંકાર શબ્દ કરીને ખૂબ ખાંડ અને ઘી સહિતના ખીરનો ભરેલો એક થાળ આકાશ માર્ગે મંગાવ્યો. કહ્યું છે કે -
“હે કમલાલી ! ભૂખે પીડાતા મનુષ્યની પાંચ વસ્તુઓ નાશ પામે છે તેમાં શંકા નથી : તેનું તેજ હણાય છે, લજજા ચાલી જાય છે, બુદ્ધિ નાશ પામે છે, સ્વમાન દેશવટો લે છે ને મદન-કામેચ્છા ઢીલી પડી જાય છે.'
યોગીએ કહ્યું: “તું આ ભોજન કર.” ત્યારે નિષ્કપટી વણિકે કહ્યું : “તમે મંગાવેલાં અજાણ્યા ઘરના આહારને હું નહીં કરું, કેમ કે સત્પરુષો મોટા સંકટમાં પડ્યા હોય તો પણ તે પોતાના આચારનો ત્યાગ કરતા નથી. છેદ અને ઘસાવાનું કષ્ટ પામ્યા છતાં પણ ચંદન સુંદર સુગંધ જ આપે છે.” તે સાંભળી ‘કોના ઘરેથી આ ખીર લાવ્યો છે ?” – એમ તે યોગીએ પૂછતાં તેના સેવકે અમુક ઘરેથી લાવ્યાનું જણાવ્યું, એટલે તે યોગીએ તે વણિકને કહ્યું : “આ ખીર નાંદુરી નગરીમાં નિવાસ કરતા નાગ નામના શ્રેષ્ઠીની ગોત્રદેવી પાસે ધરેલી હતી તે લાવ્યો છું, તેથી તું ખા.” તે સાંભળી વણિક તે ભોજન કરી તૃપ્ત થયો.
પછી કુળ અને આચાર વગેરે ગુણોવાળા તે દેદને સુવર્ણસિદ્ધિનો આમ્નાય આપવાની યોગીને ઇચ્છા થઈ કહ્યું છે કે –
જેમ કાચા માટીના ઘડામાં નાંખેલું પાણી તે ઘડાનો વિનાશ
વશ અને જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org