________________
કરે છે, તે જ પ્રમાણે અલ્પ આધારમાં એટલે અયોગ્ય પાત્રમાં નાંખેલું સિદ્ધાંતનું રહસ્ય તેનો નાશ કરે છે.” (૯)
“મહાપુરુષોને સર્વત્ર ઉપકાર કરવાની ઇચ્છા હોય છે, પરંતુ તે ઇચ્છા પાત્ર માટે કરવી યોગ્ય છે. મેઘ પણ મભૂમિમાં વૃષ્ટિ તો કરે છે, પણ તેમાં તેનો શિથિલ આદર હોય છે - થોડો વરસે છે.” (૧૦)
કનકગિરિ દેદ પ્રબન્ધ તે પછી દયાના સાગર એવા યોગી દેદને કહ્યું : “જો તું મારું કહેવું કરે તો હું તારા ઉપર એક ઉપકાર કરું.” ત્યારે વણિકે નમન કરી કહ્યું : ““હે પૂજ્ય ! આવું વચન તમે કેમ બોલો છો ? ઇંદ્ર પણ તમારા વચનને ઉલ્લંઘન કરવાને શક્તિમાન નથી, તો મારા જેવો મનુષ્ય કઈ ગણતરીમાં છે ? પુણ્યથી પામી શકાય એવા તમારા વચનને હું મારા અંતઃકરણરૂપી ઘરમાં રાખીને ઇષ્ટ વસ્તુને આપનાર ચિંતામણિ રત્નની જેમ તેનું નિરંતર આરાધન કરીશ.” યોગીએ કહ્યું: “તું પાત્ર હોવાથી તેને હું સુવર્ણસિદ્ધિ આપવા ઇચ્છું છું. તે પામ્યા પછી તારે કોઈ પણ યાચકને નકાર ભણવા નહીં–ના કહેવી નહીં, કેમ કે વણિક જાતિ હંમેશાં લોભી હોય છે,
૧. મારવાડની ભૂમિ. પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org