________________
તેથી તે કોઈને એક કોડી પણ આપતો નથી. તેવા કંજૂસને સુવર્ણસિદ્ધિ આપ્યાનું શું ફળ ?” કહ્યું છે કે
“દેશનો સ્વામી જેના પર પ્રસન્ન થાય તેને એક ખેતર આપે છે; ખેતરનો સ્વામી ખુશ થાય તો એક પ્રસ્થ પ્રમાણ અનાજ આપે છે; અને વણિક તુષ્ટમાન થાય તો માત્ર હાથતાળી જ આપે છે (કાંઈ પણ આપતો નથી).” (૧૧)
પછી તેનું વચન તે વણિકે અંગીકાર કર્યું ત્યારે દારિદ્રયરૂપી લતામંડપને ભાંગવામાં મોટા હાથી સમાન તે યોગીએ વનમાં રહેલી દંતી વગેરે ઔષધીઓ તેને સ્પષ્ટ રીતે ઓળખાવી. તે ઔષધીઓનો રસ કઢાવી તેમાં અર્ધ પ્રમાણ પારો મેળવ્યો. તેને લોઢાનાં પતરાં પર લેપ કરાવી તે પતરાં અગ્નિમાં નંખાવ્યાં. તે વખતે તે સાડાસોળ વલું સુવર્ણ બની ગયું. પછી તેની ખાતરીને માટે યોગીએ તેની જ પાસે ફરીથી એક વાર સુવર્ણ બનાવરાવ્યું. તે વખતે તે તાપમાં નાખવાથી રક્ત, છેદ કરે તો ઉજજવળ અને કસોટી પર ચડાવે તો ચંપક જેવું મનોહર એવું તે સુવર્ણ કોમળ, વજનમાં ભારે અને સ્નેહવાળું-ચકચકિત એવાં સર્વ લક્ષણોથી યુક્ત બન્યું. તેમજ તે વણિકના પુણ્યને લીધે તેની સુવર્ણસિદ્ધિ અધિક સ્કુરાયમાન થઈ. દેવની અનુકૂળતા હોય તો શું શું સિદ્ધ ન થાય ? પછી આનંદથી પુષ્ટ થયેલા તે દેદને યોગીએ રજા આપી, એટલે તે પોતાના ઘર તરફ જતાં જતાં માર્ગમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો : “આવા
કનકગિરિ દેદ પ્રબન્ધ
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org