________________
મનુષ્યો પણ પૃથ્વી પર દેખાય છે, તેથી લોકમાં કહેવાય છે કે ‘બહુરત્ના વસુધરા-પૃથ્વી પર ઘણાં રત્નો છે.’ તે વાત સત્ય ઠરે છે.'' વળી,
‘‘તૃણ દાંતની વચ્ચે નાંખવાથી દાંતની શુદ્ધિ કરે છે; ગાય વગેરેના પેટમાં જવાથી તે દૂધરૂપ થઈને જગતનાં પ્રાણીઓને આનંદ પમાડે છે; પશુઓની ભૂખ ભાંગે છે; ટાઢને ઓગાળી નાખે છે; અને મુખમાં લેતાં શત્રુઓથી પ્રાણોનું રક્ષણ કરે છે. આ પ્રમાણે જો તૃણ પરોપકાર કરવામાં તત્પર છે, તો આવો ઉત્તમ પુરુષ પરોપકારમાં તત્પર હોય તેમાં શું કહેવું ?'' (૧૨)
ખરેખર, વિધાતાએ કૃપા, ઉપકાર અને શીલ વગેરે ગુણોરૂપી ખીલેલી પાંદડીવાળી ભદ્રિકતા નામની લતા આ યોગીસ્વરૂપ યોગ્ય પાત્રમાં સ્થાપન કરી છે. કહ્યું છે કે
“આ ભરતક્ષેત્રમાં કોઈક જીવો મિથ્યાદષ્ટિ હોય છતાં ભદ્રિકપણાને લીધે મર્યા પછી મનુષ્ય થઈને નવમે વર્ષે કેવળી થવાના. (એટલે કે આઠમે વર્ષે દીક્ષા લઈ નવમે વર્ષે કેવલજ્ઞાન પામવાના છે.)'' (૧૩)
હે સભાજનો ! આ એક કૌતુકની વાત સાંભળો કે, ગંભીર અને ધીરબુદ્ધિવાળા આ દેદ વણિકે સુવર્ણ-સોનું કરવા છતાં દારિદ્રયની સાથે સ્વર્ણ (પોતાનું દેવું) છેદી નાંખ્યું. જેમ સુગંધથી કસ્તૂરી જાણવામાં આવે, તેમ તે દેદનો લક્ષ્મીનો વિલાસ-વૈભવ જાણવામાં પેથઙકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૦
www.jainelibrary.org