________________
આવતાં લોકો કહેવા લાગ્યા : “ખરેખર, આને કોઈ પણ ઠેકાણેથી મોટું નિધાન પ્રાપ્ત થયું લાગે છે.” આ વાત ખોટી હોવા છતાં કોઈ માણસે રાજાને જણાવી, કેમ કે દુનિયામાં જિનેશ્વરના પણ દ્વેષી હોય છે, તો પછી બીજા સામાન્ય મનુષ્યોના વેષી કેમ ન હોય ? તે સાંભળી બીજાનું ધન ગ્રહણ કરવામાં ચતુર એવા રાજાએ પોતાના ચાર સેવકોને, “દેદ નામના વણિકને જલદીથી શોધી લાવો’ એમ કહીને મોકલ્યા. અહીં દેદ પોતાને ઘેર જમવા બેસતો હતો, તેટલામાં તે ચારે રાજ સેવકો આવ્યા ને ભોજન કરવા દીધા વિના જ તેને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું : “હે દેદ ! લોકો કહે છે કે તને નિધાન પ્રાપ્ત થયું છે તે વાત સાચી છે કે ખોટી ?' દેદ બોલ્યો : “હે સ્વામી ! સાંભળેલી વાતને જ સત્ય ન માનો. મનમાં વિચાર કરો. મારું એવું ભાગ્ય ક્યાંથી હોય કે જેથી નિધાન પ્રાપ્ત થાય ?' કહ્યું છે કે –
““સાંભળવા માત્રથી જ સત્ય માનવું નહીં; દૃષ્ટિને જે પ્રત્યક્ષ ન હોય તેના ઉપર વિશ્વાસ રાખવો નહીં; પ્રત્યક્ષ જોયું હોય તો પણ યુક્ત અને અયુક્તનો વિચાર કરવો જોઈએ.” (૧૪)
તે સાંભળી રાજાએ કહ્યું : ““હે માયાવી ! કપટ છોડીને સાચી વાત કહે. હું વણિકનાં બધાં ચરિત્રો જાણું છું.” તે આ પ્રમાણે–
“માયા-કપટમાં હોંશિયાર એવો વણિક કોઈનું દુર્વચન સાંભળીને ઊંચે સ્વરે હસે છે; પોતાના માપથી લોકને લૂંટે છે; લેવાની
કનકગિરિ દેદ પ્રબન્ધ
૧ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org