________________
વસ્તુ પૂરેપૂરી લે છે; આપતી વખતે “ઘણી આપું છું,' એમ કહીને અર્ધી વસ્તુ જ આપે છે; પોતાનો અન્યાય હોય તો પણ પહેલો રાજદ્વારમાં ફરિયાદ કરવા જાય છે; ચોપડામાં ખોટાં નામાં લખે છે; હૃદયમાં સિંહના જેવો પ્રતાપી હોય છે, અને બહારથી મૃગની જેવું ગરીબડું મુખ દેખાડતો હોય છે.” (૧૫) તથા–
“વણિકને વસ્તુ પ્રત્યક્ષ આપી હોય તો પણ તેમાં સંશય કરે છે; ગુપ્ત રીતે આપી હોય તો અવશ્ય ઓળવે જ છે; તેને કોઈએ લાભ, ઘર કે કોઈ વસ્તુના હોવાપણા વગેરેમાં વારંવાર પૂછયું હોય તો પણ તેને તે જવાબ આપતો નથી; તે લોભી હોવાથી પોતાના પેટને પણ ઠગે છે, તે પોતાના થોડા ખર્ચને પણ ઘણો ખર્ચ કહે છે; તથા અત્યંત ભીરુ મનુષ્યોમાં તે પ્રથમ જ હોય છે–વણિક આવા હોય છે.” (૧૬)
તે સાંભળીને દેદ બોલ્યો : “બૃહસ્પતિના મિત્ર એવા તમને કયા વિષયનું જ્ઞાન નથી ? (તમે સર્વ જાણો જ છો.) પરંતુ હું સત્ય જ કહું છું જો મને નિધાન પ્રાપ્ત થયું હોય તો હું તમારા ચરણનો સ્પર્શ કરીને કહું છું. (તમારા ચરણનો સ્પર્શ કરીને હું કહું છું કે મને નિધાન પ્રાપ્ત થયું નથી.) પરંતુ મેં તો વેપાર વગેરે વડે ધન ઉપાર્જન કર્યું છે, તેથી બીજા લોકો મારા ઉપર ઈર્ષ્યા કરવા લાગ્યા છે.” આ પ્રમાણે તેના સોગંદથી પણ રાજાને તેના પર વિશ્વાસ ન આવ્યો, ત્યારે દંડ કરવાની ઇચ્છાવાળા રાજાને જાણી તે પેથડકુમાર ચરિત્ર
૧૨
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org