________________
દેદ ક્રોધથી બોલ્યો : “હે રાજા ! હું ધારું છું કે, નિધાનની પ્રાપ્તિના બહાનાથી તમે મારી લક્ષ્મી લઈ લેવા ઇચ્છો છો, પરંતુ આ પ્રમાણે તો હું એક કાણી કોડી પણ આપીશ નહીં. પણ તમે સ્વામી છો તેથી તમારી ઇચ્છામાં આવે તેમ કરો.” આ પ્રમાણે દૃઢ હઠવાળા દેદે કહ્યું, ત્યારે રાજા ક્રોધથી લાલ-પીળો થયો. તે વખતે દેદ વણિકની ચતુર ભાર્યાએ દેદને ભોજન માટે બોલાવવા પોતાના ઘરના માણસને (સેવકને) મોકલ્યો. તે સેવક સાહસિક એવા દેદ વણિકની પાસે આવ્યો, અને તેને જમવા માટે જણાવ્યું, ત્યારે તે ધૂર્ત વણિકે કહ્યું : “તું ઘેર જઈને કહેજે કે આજે મારા મસ્તકમાં ઘણી પીડા થાય છે, તેથી આજે મારા ભોજનમાં સંશય છે (આજે હું જમી શકીશ કે નહીં તેની શંકા છે). પરંતુ તારે શીધ્રપણે નસ્ય કરવોનાસી જવું.” આમ પ્રાકૃત ભાષાના શ્લિષ્ટ અર્થવાળા વચનથી તેણે કહ્યું. તેને (તેના અર્થને) રાજા વગેરે કોઈ પણ જાણી શક્યા નહીં. મૂર્ખ માણસ પણ ધનવાન થઈ શકે છે, પરંતુ જ્ઞાનવાન થવું અત્યંત દુર્લભ છે, કેમ કે ધર્મરાજાની સભામાં ગુરુ મહારાજ બપ્પભટ્ટિસૂરિએ આમરાજાનું આગમન શ્લેષ અર્થથી કહ્યું હતું, તેનો અર્થ ધર્મરાજા સમજી શક્યો નહોતો. પછી તે માણસે ઘેર જઈને તે દેદે કહેલું વચન કહ્યું, ત્યારે તે સાંભળી તેની ચતુર ભાયએ જાણ્યું :
મારા પતિ દેદને રાજાએ સંયો છે.” આથી તેણે કિંમતી બધી વસ્તુઓ કાઢી તેની પોટલી બાંધી હાથમાં લઈ ચપળતાથી તે ત્યાંથી નાસી ગઈ.
કનકગિરિ દેદ પ્રબન્ધ
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org