________________
અહીં રાજા તે દેદ ઉપર અત્યંત કોપાન્વિત થયો. તેથી તેણે ખડખડના શબ્દ વડે જાણે કે તે દેદને હઠથી વારતા હોય (હઠ કરવાની ના પાડતા હોય) એવાં લોઢાનાં બંધનો વડે તે દેદને કંઠ સુધી બાંધી દઈ કેદખાનામાં નાંખ્યો. પછી રાજાએ ક્રોધથી પોતાના કઠોર સેવકોને તેનું ઘર લૂંટવા મોકલ્યા. તેઓ તેને ઘેર ગયા, તે વખતે જાણે કે દારિદ્રયનું મૂર્તિમાન શરીર હોય અથવા તેનું ક્રીડાંગણ હોય એવુ લક્ષ્મી વિનાનું ઘર જોયું. તેથી ઉપયોગમાં આવે તેવું ધન પ્રાપ્ત ન થવાથી નિરાશ થયેલા સેવકો તેના ઘરને સીલ કરી રાજા પાસે ગયા અને તેને તે વૃત્તાન્ત કહ્યો. કેદખાનામાં રહેલા દેદે વિચાર કર્યો : ‘‘મારા પર રાજા એટલો બધો ગુસ્સે થયો છે કે જેથી તે મારી પાંચે અંગની (પ્રકારની) સંપદા-લક્ષ્મી લઈ લેશે.'' સંપદાના પ્રકાર આ પ્રમાણે કહ્યા છે.
ધનિક જનોને ત્યાં ધન, ધાન્ય, સુવર્ણ, પરિવાર અને શરીરરૂપ પાંચ પ્રકારની લક્ષ્મી હોય છે; તથા હાથી અને પૃથ્વી સાથે ઉપર્યુક્ત પાંચે મળીને રાજાની લક્ષ્મી સાત પ્રકારની હોય છે. (૧૭)
,,
“તેથી આ ભવ અને પરભવમાં મોક્ષના કારણભૂત શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્વામીનું હું શરણ સ્વીકારું છું.'' આ પ્રમાણે ધ્યાન કરીને તે દેદ મંદ સ્વરે કહેવા લાગ્યો : ‘પાર્શ્વ પ્રભુ ! તમારું નામ, પ્રતિમાનો પથ્થર, સ્નાત્રનું જળ અને પૂજાનાં પુષ્પો વગેરે સર્વ વસ્તુઓ તમને પામીને વાંછિત આપનારી થાય છે, તો તમારા મહિમાની હું શી પેથડકુમાર ચરિત્ર
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org