________________
સ્તુતિ કરું ? હે પ્રભુ ! મેં જે આ હઠ આરંભી છે, તે તમારા જ બળથી કરી છે, કેમ કે દૂધ પીવાથી જ પાડો મદોન્મત્ત થાય છે. તેથી પીડા પામતા પ્રાણીઓને ભોગ અને મુક્તિને આપનારા એવા છે સ્તંભન તીર્થના સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! જો તમારી કૃપા વડે, પૈસા ખરચ્યા વિના, હું આ વિકટ સંકટથી છૂટીશ, તો તમારાં બધાં અંગની સુવર્ણના આભૂષણોથી પૂજા કરીશ.'
આ પ્રમાણે શ્રી સ્તંભન પાર્શ્વનાથની માનતા માનીને તે ઉપસર્ગહર સ્તોત્રનું ધ્યાન કરતો રાત્રે સૂતો. તેણે તે વખતે મન, વચન અને કાયાની એકાગ્રતાથી જિનેશ્વરનું જ ધ્યાન કર્યું, તે ધ્યાન જો આ ભવની સુખની ઇચ્છા-આશંસા રહિત કર્યું હોત તો તે મુક્તિને જ પામત.
પછી રાત્રિના છેલ્લા પહોરે, ઘણું અંધારું હતું ત્યારે, તે દેદ નિદ્રા રહિત થયો. તે વખતે તેણે અકસ્માત પોતાની પાસે એક સુભટને ઊભેલો જોયો. તેણે રાતા રત્નનો મુગટ પહેર્યો હતો, તેથી તેના તેજથી તે સ્પષ્ટ દેખાતો હતો. તેની છાતી વિશાળ હતી, વૃષભ જેવો કંધ હતો, ભુજાઓ ઢીંચણ સુધી લાંબી હતી, આખા શરીરે શ્યામ બખ્તર ધારણ કર્યું હતું, છતાં તે જગતના તેજનું ઘર તથા તે સુવર્ણના અલંકારોથી શણગારેલા ઉજ્જવળ અશ્વ ઉપર આરૂઢ થયેલો હતો. આવા સુભટને જોઈને તે દેદ આશ્ચર્ય પામ્યો. તેણે દેદને કહ્યું :
તું ઊભો થા અને મારી પાછળ અશ્વ પર બેસી જા.” “હું લોઢાના બંધનથી બંધાયેલો છું, તેથી હું કાંઈ પણ કરવાને શક્તિમાન નથી.” ૧૫
કનકગિરિ દેદ પ્રબન્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org