________________
ત્યારે ફરીથી તે સુભટ બોલ્યો : “તું શું કરવાનો હતો ? ઊભો થા ને.’' તે સાંભળી જયાં તે ઊભો થયો ત્યાં તેનાં લોઢાનાં બંધનો નીચે પડચાં. પછી તે દેદને અશ્વ પર બેસાડી સુભટ અસ્ખલિત ગતિએ ત્યાંથી ચાલ્યો, અને ક્ષણવારમાં જ્યાં તેની પત્ની વિમલશ્રી હતી, ત્યાં તેને મૂકીને સુભટ અદશ્ય થયો.
પછી પ્રાતઃકાળે તેની ભાર્યાએ તેને જોઈને પૂછ્યું : “તમે અહીં શી રીતે આવ્યા ?’’ ત્યારે તેણે ‘‘શ્રી સ્તંભન પાર્શ્વનાથના પ્રસાદથી હું અહીં આવ્યો'' એમ કહી સર્વ વૃત્તાંત કહ્યો. જે ગામમાં તે બન્ને મળ્યાં હતાં, તે ગામ નમ્યાટ દેશનું જ હતું, તેથી તે બન્ને તે ગામનો પણ ત્યાગ કરી તત્કાળ વિદ્યાપુર નામના નગરમાં ગયાં. પછી સુવર્ણનાં દેદીપ્યમાન ઘરેણાંનો સમૂહ ઘડાવીને સ્તંભનપુરમાં જઈને દેદ વણિકે શ્રી પાર્શ્વનાથસ્વામીની પૂજા કરી. તે વખતે પાપરૂપી ચંડાળનો તત્કાળ નાશ થવાથી દેદના શરીરરૂપી મંદિ૨માં તે અરિહતે અલંકારની કાંતિના બહાનાથી સોનાવાણીના છાંટા નાખ્યા. પછી તે દેદ યોગીંદ્રની વાણીનું સ્મરણ કરી, લક્ષ્મીને દુ:ખનું સ્થાન માની તથા લોભનો ત્યાગ કરી, અર્ધીઓને પુષ્કળ દાન દેવા લાગ્યો. તેનું મુખ દશ ‘ન’ (નકાર) વડે વ્યાપ્ત હતું, તો માગણના સમૂહને જોઈને દાનમાં રસવાળા તે દેદે એક પણ નકાર ભણ્યો નહીં. કહ્યું છે કે
૧. દશ નકાર છતાં એક પણ નકાર કર્યો નહીં એ અર્થમાં વિરોધ આવ્યો. તેને દૂર કરવા માટે ‘“તેનું મુખ દશન એટલે દાંત વડે વ્યાપ્ત હતું’ એવો અર્થ કરવો.
પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૬
www.jainelibrary.org