________________
‘“ભૃકુટિ ચડાવવી, અર્ધ નેત્ર ઉઘાડવાં, ઊંચી દૃષ્ટિ કરવી, અવળું મુખ કરવું, મૌન રહેવુ અને કાળનો વિલંબ કરવો : આ છ પ્રકારનો નકાર હોય છે-દાન નહીં દેવાના આ છ પ્રકારો છે.'' (૧૮)
સુવર્ણના સમૂહનું દાન દેવાથી યાચકજનોએ તે દેદની ઘણી પ્રશંસા કરી, તેથી લોકમાં તે ‘કનકગિરિ’ એવા વ્યાપક બિરુદને પામ્યો.
દેદાશાહે નિમાર્ણ કરેલી કુંકુમલોલશાળા
એકદા' સન્માર્ગમાં પ્રવાસશીલ, ભાગ્યશાળી અને ધનવાનના સમૂહમાં માન પામેલો દેદ કાંઈક કાર્ય માટે દેવગિરિ નામની નગરીમાં ગયો. ત્યાં ઉપાશ્રયમાં ગુરુ મહારાજને ભાવથી નમવા ગયો. ત્યાં મળથી મલિન દેખાતા સર્વ સાધુઓને તેણે ઘણા હર્ષથી વાંઘા. ત્યાં એક સ્થાનકે બેસીને ધર્મશાળા (ઉપાશ્રય) બનાવવા માટે વિચાર કરતા શ્રાવકોને જોઈ તેમને પણ તેણે પ્રણામ કર્યા. તેમના વિચારને સાંભળી તેણે મનમાં વિચાર કર્યો : “પૌષધશાળા બનાવવામાં ખરેખર, પૂરેપૂરું પુણ્ય થાય છે, કેમકે ઉપાશ્રય એ સાધુઓની દુકાન છે; ત્યાં ગ્રાહક લોકો આવીને અનુક્રમે અનંત લાભને આપનારા વ્રતાદિક કરિયાણાને ખરીદ કરે છે. તે ઉપાશ્રયમાં ધર્મશ્રવણ (વ્યાખ્યાનનું શ્રવણ), પ્રતિક્રમણ અને સાધુઓનો નિવાસ વગેરે જે જે ક્રિયાઓ દેદાશાહે નિર્માણ કરેલી કુંકુમલોલશાળા
:
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org