________________
થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા પુણ્યનો પાર જ નથી, તેથી હું જ અહીં એક મોટી ધર્મશાળા કરાવીને આ દુસ્તર સંસારરૂપી સમુદ્રથી શીધ્રપણે મારા આત્માને તારું'- આ પ્રમાણે વિચાર કરીને સ્થિર વચનવાળા તેણે શ્રીસંઘની પાસે નિશ્ચલ યાચના કરી, અને તે આ પ્રમાણે યુક્તિયુક્ત વચન બોલ્યો : “મારા પર શ્રીસંઘ કૃપા કરો, હું જ આ પૌષધશાળા કરાવું, કેમ કે હું શ્રીસંઘનો કિંકર છું. એક તો હું તમારો અભ્યાગત (પરોણો-મહેમાન) છું અને વળી તમારો સાધર્મિક છું, તેથી 'કુમારકેદારપુત્ર'ના ન્યાય વડે હું તમને માનવા લાયક છું.” આ પ્રમાણેનું તેનું વચન સાંભળી તે સર્વમાં મુખ્ય શ્રાવકે કહ્યું : “તમે જે કહ્યું તે યોગ્ય છે, પરંતુ પૌષધશાળા તો સકળ સંઘની હોય તે જ સારી; કોઈ એકની કરાવેલી ઠીક ન ગણાય, કેમ કે જો કોઈ એક જ કરાવે તો તે શય્યાતર કહેવાય છે. તેથી તેના ઘેરથી સાધુઓ અન્નાદિક કાંઈ પણ લેતા નથી. જેના ઘરમાંથી સાધુઓ હંમેશાં અાદિક લેતા ન હોય અને વર્ષે વર્ષે વસ્ત્રાદિક લેતા ન હોય, તેવું ઘર તે શું ઘર કહેવાય ? (ન જ કહેવાય.) તેવું ઘર તો સાધુઓને નહીં જવા લાયક હોવાથી સમુદ્રમાં રહેલા ઘર જેવું જ છે અને જો શ્રીસંઘે પૌષધશાળા કરાવી હોય તો તેમાં રહેલા સાધુઓ હંમેશાં અનુક્રમે એક એક ઘરને જ શય્યાતર કરે છે, તેથી તેમ જ કરવું યોગ્ય છે.” આ પ્રમાણે યુક્તિયુક્ત સત્ય વચનો વડે તેને બોધ પમાડચો, તોપણ તે દેદે પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં, ત્યારે કોઈ બીજા શ્રાવકે ગુસ્સે થઈને કહ્યું : “જો અહીં કોઈ
પેથડકુમાર ચરિત્ર
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org