________________
પણ પૌષધશાળા કરાવનાર ન હોય, અથવા તે પૌષધશાળા સુવર્ણમય કરાવવાની ઇચ્છા હોય, તો તમારે આટલો બધો આગ્રહ કરવો યોગ્ય છે. આ નગરીમાં ઈટની પૌષધશાળા કરાવનાર તો ઘણા છે, અને સોનાની તો તમે પણ કરવાના નથી.” આ પ્રમાણે તેનું વચન સાંભળી પોતાના વચનને હાથીના દાંત જેવું કરવાને ઇચ્છતા દેદે સુવર્ણની પણ ધર્મશાળા કરાવવાનું સ્વીકાર્યું કહ્યું છે કે
“ઉત્તમ પુરુષોની વાણી હાથીના દાંતની જેમ બહાર નીકળ્યા પછી અંદર પેસતી નથી, અને નીચ મનુષ્યોની વાણી કાચબાની ડોક જેમ બહાર નીકળીને પણ ફરીથી અંદર પેસી જાય છે.” (૧૯)
આ વાતની ગુરુને ખબર થતાં ગુરુએ યાચકોરૂપી ચક્રવાક પક્ષીને આનંદ આપવામાં સૂર્ય સમાન એવા તે દેદને બોલાવીને કહ્યું : “હે સજજન ! આ કાળમાં સુવર્ણની શાળા શી રીતે થઈ શકે ?-તે તું જ કહે. આ સમયમાં તેવા પ્રકારનું ધન ક્યાં છે ? તથા રાજાઓની અનુકૂળતા પણ ક્યાં છે ? અથવા તેવું સ્થાન કરાવ્યું હોય તો પણ આજના મનુષ્યોની દૃષ્ટિની આગળ તે શી રીતે ટકી શકે ? સાંતુ નામના રાજાએ ચોરાશી હજાર ટંક (રૂપિયા)નો ખર્ચ કરીને જે ચિત્રશાળા બનાવી, તેને ધર્મશાળા તરીકે જાહેર કરી હતી, તે પણ સુવર્ણની નહોતી. આવા કળિકાળમાં જન્મ ધારણ કરીને કૃતયુગ (સત્યયુગ)માં કરવા લાયક કાર્યને જે કરે છે, તેને પીડા કરનારું વિશ્વ પ્રાપ્ત થાય છે.” આવું ગુરુનું વચન સાંભળી દેદે
દેદાશાહે નિર્માણ કરેલી કુંકુમલોલશાળા
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org