________________
કહ્યું : ““હે પૂજ્ય ! આપે કહ્યું તે સત્ય છે, પરંતુ ઈટનું જ મકાન ચણાવીને તેને ચોતરફથી સુવર્ણનાં પતરાં વડે જડી દઈશ.” ત્યારે ગુરુએ કહ્યું : “હે આર્ય ! આવા અયોગ્ય આગ્રહને મૂકી દે. આવા કળિયુગમાં તેવી ધર્મશાળા પણ શું ઘણાં કષ્ટવાળી ન થાય ?” આ પ્રમાણે તેને ગુરુએ વાર્યો તોપણ તે કુશળ એવા દેદે સંઘની અનુમતિ લઈ પૌષધ કરાવવા માંડી.
આ અવસરે તે નગરીમાં દશ હજાર વૃષભો સહિત ત્રણસો ને સાઠ જાતનાં કરિયાણાથી ભરેલો એક સાથે આવ્યો. તથા દક્ષિણ દેશ ભોગવાળો અને લક્ષ્મીવાળો છે, એમ ધારીને તેની સાથે ઊંચા કેશરની પચાસ પોઠો પણ ત્યાં આવી. તેનાં સર્વ પ્રકારનાં કરિયાણા તો વેચાઈ ગયાં, માત્ર એક કેશર જ એમનું એમ (વેચાયા વિના) રહ્યું, તેનું કારણ છે સભાજનો ! સાંભળો : તે કેશર મોઘા મૂલ્યનું હોવાથી એક-બે રૂપિયાનું લેનારા ઘણા લોકો હતા, પરંતુ જથ્થાબંધ લેનાર કોઈ નહોતો અને તેવું પરચૂરણ વેચવાથી તો કદાચ એક પોઠિયો ખાલી થાય અથવા ન પણ થાય. તેથી તેના વેપારીઓ તેને વેચતા નહોતા. તે કારણથી તે કેશર એમનું એમ જ રહ્યું હતું. છેવટે તે નહીં વેચાવાથી નિરાશ થયેલા તેના વેપારીઓ ત્યાંથી જવા માટે એક રોજ નગરીની બહાર નીકળ્યા, અને પોતાનું પ્રયોજન સિદ્ધ ન થવાથી તે નગરીની નિંદા કરતાં આ પ્રમાણે બોલવા લાગ્યા: “આ નગરીમાં જેટલું કરિયાણું આવે છે, તે સર્વ સમુદ્રમાં સૌથવાની એક મૂઠી નાંખ્યા જેટલું થાય છે, એવી આ નગરીની પ્રસિદ્ધિ કહેવાય છે તે ખોટા પેથડકુમાર ચરિત્ર
-
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org