________________
કંકણના અવાજ જેવી છે.'' કહ્યું છે કે
કેટલાએક એમ ને એમ જ (કારણ વિના જ) પ્રસિદ્ધિને પામેલા હોય છે. તેમાં લોકોના મુખને કોણ રોકે છે ? (લોકોને બોલતાં કોણ અટકાવે ?) જેમ કે સર્પો જન્મથી જ વાયુનો ઉપભોગ કરનારા અને કાન વિનાના જ હોય છે, છતાં લોકો તેમને ભોગી (ભોગવાળા) અને કુંડળી (કુંડળના અલંકારવાળા) કહે છે.”
અથવા તો આ નગરીમાં પહેલાં કોઈ વખત મોંઘા મૂલ્યનું કોઈક ઘણું કરિયાણું લાવ્યું હશે, તેને કોઈએ ખરીદ કરી લીધું હશે, ત્યારથી આ નગરીની આવી પ્રસિદ્ધિ થઈ હશે.” કહ્યું છે કે
“જે સારી પ્રવૃત્તિ (પ્રસિદ્ધિ) પ્રથમ પ્રવર્તેલી હોય, તે પછીના પાપથી નષ્ટ થતી નથી. જેમ કે ગંગા નદી મડદાં અને હાડકાંના સમૂહ વડે અત્યંત ભરેલી છે તો પણ તે લોકમાં અત્યંત પવિત્ર (તીર્થરૂપ) ગણાય છે.” (૨૦)
નગરીની આવા પ્રકારની નિંદાને નગરીમાં પ્રવેશ કરતાં તે દેદ વણિકે સાંભળી, તેથી તેનું હૃદય દુભાયું. એટલે તેણે તેઓને કહ્યું : “હે વેપારીઓ ! સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ એવી આ નગરીને તમે દૂષણ આપો છો, તો શું અમાન-અપાર લક્ષ્મીથી ભરેલી આ નગરીમાં તમારું કરિયાણું વેચાયું નથી ? હે ભદ્રો ! સમુદ્રમાં ગયેલી નદીની જે મ અને મોક્ષમાં ગયેલા જીવની જેમ આ નગરીમાં આવેલું કરિયાણું અત્યાર સુધી કોઈ વાર પાછું ફર્યું નથી.” તે સાંભળી તેઓ
૨૧
દેદાશાહ નિર્માણ કરેલી કુંકુમલોલશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org