________________
કરી આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું : “હે સ્વામી ! આ નગરીરૂપી અપૂર્વ અટવીમાં તમારાં બાળવૃક્ષો જેવા અમે ચોરરૂપી દાવાનળથી અત્યંત બળીએ છીએ. તેથી હે પૃથ્વીપતિ ! અમને બીજા કોઈ પણ સારા સ્થાનમાં નિવાસ કરાવો, પરંતુ ચોરથી અને તમારાથી નિર્ધન થયેલા અમે અહીં રહી શકશું નહીં.'' આવુ તેમનુ વચન સાંભળી રાજાએ આરક્ષકને બોલાવી તેને ક્રોધથી કહ્યું : ‘“અરે અધમ ! મારો પગાર ખાઈને આખી રાત્રિ સુખે સૂઈ રહે છે કે જેથી મારો પ્રાણપ્રિય સર્વ મહાજન, કાષ્ઠમાંના ઘણ જાતિના જીવડાની જેવા, ચોર વડે દિવસે દિવસે નિસ્સાર કરાય છે.'' તે સાંભળી નગરના આરક્ષકે કહ્યું : “હે દેવ ! આખી રાત્રિ હું ચૌટા વગેરે સર્વ સ્થાને જોઉં છું, તો પણ તે ચોરને હું જોઈ શક્યો નથી.'' ત્યારે રાજાએ કહ્યું : ‘“આટલો કાળ પગાર ખાઈને હવે આજે ‘હું શું કરું ?’ એવા શબ્દ બોલવાથી તું છૂટી શકીશ નહીં. જો તારે જીવવાની ઇચ્છા હોય તો તે ચોરને પકડ.'' આ પ્રમાણે રાજાનું વચન સાંભળી પાસે બેઠેલા ગોગાદે મંત્રીએ ઈર્ષ્યાથી કહ્યું : “હે સ્વામી ! પર્વતિથિમાં પણ ચોરી થાય છે, તેથી આ આરક્ષકને ઝાંઝણ પણ સહાયક થઈ શકશે.’’ આવી તેની વાણી સાંભળી રાજાએ ઝાંઝણને પણ બોલાવીને કહ્યું : “તમે બન્ને સાથે મળીને આપણા
આ નગરને સર્વથા ચોરના ઉપદ્રવથી રહિત કરો.'' ત્યારે ઝાંઝણે કહ્યું : ‘“હે સ્વામી ! આવા અલ્પ કાર્ય માટે બે જણાનો પ્રયાસ શા માટે જોઈએ ? અમારા બેમાંથી એક જ આપના આદેશરૂપ સહાયથી
ચોરને પકડવાનો પ્રયત્ન
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org