________________
પછી તે ધૂર્ત પાસેથી મળેલું તે કુંડળ રાજાએ રાણીને આપ્યું. રાણીએ તેના જેવું બીજું કરાવી તે બન્ને પ્રથમણીને આપ્યાં અને તેણીએ તે જિનેશ્વરની પ્રતિમાને પહેરાવ્યાં. સુવર્ણથી મઢેલો પથ્થર પણ સ્ત્રીઓને વહાલો હોય છે, તે વાત સત્ય છે; પરંતુ સુવર્ણ વિના જ અલંકારરૂપ ગુણોને વિષે જ આદર કરવો ઉચિત છે.
ત્યાર પછી ‘પર્વને વિષે કોઈ મનુષ્ય ગુપ્તપણે વ્યસન સેવતા હશે’-એવી શંકા થવાથી રાજાએ ઝાંઝણને ઉઘાડી તરવાર આપી તેને આરક્ષક બનાવ્યો. ત્યારે બીજાથી પરાભવ ન પામી શકે એવો તે ઝાંઝણ, નગર અને ગામોમાં, પ્રગટપણે અને ગુપ્ત રીતે, રાત્રિએ અને દિવસે, જાતે જ વ્યસનનાં સ્થાનકોને જોતો જોતો ચોતરફ ફરવા લાગ્યો.
૩
ચોરને પકડવાનો પ્રયત્ન
આવા અવસરે ચોતરફ ભમવાથી થાકી ગયેલી લક્ષ્મીને વિશ્રાંતિ લેવાના મંડપરૂપ તે માંડવગઢમાં ખર્પર વંશમાં ઉત્પન્ન થયેલા ત્રણ ચોરો ચોરી કરતા હતા. તે ચોરોથી ત્રાસ પામેલા નગરના મહાજનોએ એકદા સાયંકાળે રાજા બહારની સભામાં બેઠા હતા, ત્યારે આવીને રાજાને નમસ્કાર કર્યા અને રાજાની પાસે ભેટયું મૂક્યું. રાજાએ તેમને યથાયોગ્ય આસન વગેરે આપી તેમનો સત્કાર પેથડકુમાર ચરિત્ર
Jain Education International
For Private & Personal Use Only
૧૩૪
www.jainelibrary.org