________________
નિવૃત્તિને માટે તે બન્નેનું વગોણું (ફજેતી) તો હું કરીશ.’’ તે સાંભળી રાણીએ પણ પર્વના દિવસના વ્યસનના નાશ માટે (નિર્મૂળ નાશ કરવા માટે) તે રાજાનું વચન સહન કર્યું. (અંગીકાર કર્યું.)
G
હવે રાણીની સંમતિ થવાથી રાજાએ જે કર્યું તે કહે છે. ચોપાટના નાયકરૂપ સોગઠાંઓનો મોટો હાર, જાણે કે દુર્ગતિરૂપ સ્ત્રીએ આપ્યો હોય તેમ, તે શેઠના કંઠે પહેરાવ્યો. બીજો જે ધૂર્ત હતો તેને ખરાબ વેષ પહેરાવીને ગધેડા ઉપર ચડાવ્યો; તે જાણે સાતમી નરક તરફ પ્રયાણ કરવાને તૈયાર થયો હોય તેવો લાગતો હતો. શ્રેષ્ઠીને પગે ચલાવ્યો અને તે ધૂર્તને ગધેડા ઉપર બેસાડયો. તેમની આગળ ત્રાડુકા નાખતા બિલાડા ચલાવ્યા (અથવા કાહલ નામના વિરસ વાજિંત્રના કર્કશ શબ્દ કરાવ્યા). આ રીતે લાખો લોકો જોઈ શકે તેમ નગરના દ૨ેક માર્ગમાં રાજાએ તે બન્નેને ફેરવ્યા. પછી શ્રેષ્ઠીની જેટલી સમૃદ્ધિ હતી તેમાંથી અર્ધી સમૃદ્ધિ તેના દંડ તરીકે લઈ લીધી, અને તે ધૂર્તનું નાક કાપી તેને દેશનિકાલ કર્યો. ‘પુરુષની ફજેતી કરનાર ધૂર્તને ધિક્કાર છે.' કહ્યું છે–
“જે માણસ જુગાર રમવાથી, યૌવનનો મદ કરવાથી, દાસીનો સંગ કરવાથી, કે ધૂર્તની મૈત્રી કરવાથી પરિણામે વગોવાણો ન હોય-ફજેત થયો ન હોય-(એવો કોઈ પણ પુરુષ હોય તો) તે પોતાની આંગળી ઊંચી કરે (જાહેર થાય. અર્થાત્ એવો કોઈ દુનિયામાં હોય જ નહીં.)'' (૬૩)
૧. જુગાર ન રમે તેટલા માટે.
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
ઠગની ધૂર્તતા
www.jainelibrary.org