________________
તે આરાધક છે માટે તેને દંડ કરવો કેમ ઉચિત હોય ? વળી, હું તમારી દાસી છું તેથી મારા પર કૃપા કરીને આ બીજા રંક જેવાને પણ આપ મૂકી દો. આના દંડથી ઉત્પન્ન થતાં પાપો વડે મારો આત્મા નરકનો અતિથિ ન થાઓ.” તે સાંભળી ક્રોધથી રાતા થયેલા નેત્રવાળા રાજાએ કહ્યું : “હે દેવી ! આમને માટે તું વધારે ન બોલ. મારી આજ્ઞાનો ભંગ કરવાથી શત્રુની ક્રિયાને લાયક થયેલા આ બેમાંથી એકને પણ હું છોડવાનો નથી.” કહ્યું છે કે
“રાજાઓની આજ્ઞાનો ભંગ કરવો, બ્રાહ્મણોની આજીવિકાનો નાશ કરવો અને પત્નીની જુદી શય્યા રાખવી, આ તેમનો શસ્ત્ર રહિત વધ કહેલો છે.” (૬૨)
આ પ્રમાણે તે બન્નેના અશુભમાં જ દૃઢ ચિત્તવાળા રાજાને જાણીને હૃદયમાં પશ્ચાત્તાપ પામતી રાણી રોષ કરીને ચાલી ગઈ. બે-ત્રણ દિવસ ગયા છતાં પણ તેણે રોષનો ત્યાગ ન કર્યો ત્યારે કામદેવથી ગ્રહણ કરાયેલા હૃદયવાળો રાજા તેણીને શાંત કરવા તેણીની પાસે આવ્યો. કહ્યું છે કે
જેમના હાથમાં ખ ગ હોય તે વખતે જેમની પાસે ત્રણ જગત તણખલા જેવા સમાન લાગે છે, તેઓ પણ કોપ કરતી પ્રિયાના નેત્રનો ત્રીજો ભાગ ભમવાથી ભય પામે છે.
પછી રાજાએ રાણીને કહ્યું : “હે પ્રાણેશ્વરી ! તારા વચનથી તે બન્નેને મેં જીવતા છોડયા છે, પરંતુ આગળ ઉપર જુગાર-વ્યસનની
૧. નેત્રના છેડાના કટાક્ષથી.
પેથડકુમાર ચરિત્ર
૧ રૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org