________________
દૂતી સમાન સારી બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેટલામાં દેદીપ્યમાન દીવાના પ્રકાશે દેખાડેલી રાણી પણ ત્યાં આવી. તે વખતે તે શેઠને લાંબી સોટી વડે મારવામાં આવ્યો તો પણ તે દૂર ગયો નહીં, અને રાણીને મળ્યો. રાણીએ પોતાની પાલખી માણસો પાસે ઊભી રખાવી
ત્યારે શ્રીપાળ શેઠ જરા દૂર રહીને તે દયાળુ રાણી આગળ કહેવા લાગ્યો : “હે માતા ! મેં આજે એક અપરાધ કર્યો છે અને તેનું ફળ પણ હું પામ્યો છું. તે એ કે રાજાએ નિષેધ કરેલો જુગાર હું રમ્યો છું અને સર્વ લક્ષ્મી હારી ગયો છું. મારું સર્વસ્વ જેણે જીતી લીધું છે, તે જુગારી કદાચ પકડાય તો પણ પુષ્કળ ધનને લીધે છૂટી પણ શકે; પરંતુ હું તો માત્ર બે હાથે જ ઘરમાંથી નીકળી ગયો છું. તેથી જો હું પકડાઉં તો મારી શી વલે થાય ? તો મારા આ એક અપરાધને ક્ષમા કરીને રાજાના ભયથી તમે મને બચાવો. એક વાર પડી ગયેલા દાંતને પણ મુખ ફરીથી ગ્રહણ કરે છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી રાણીએ કહ્યું: “તમે અભય રહો, તું ભય પામીશ નહીં, પરંતુ તે જુગારી ક્યાં છે, તે તું કહે.” તેણે કહ્યું: “મારા મહેલમાં જ તે છે.” ત્યારે રાણીએ પોતાના સેવકોને ત્યાં મોકલી સુખે સૂતેલા એવા તેને બાંધી મંગાવ્યો.
પછી રાણીએ પોતાને ઘેર આવી રાજાને તે સર્વ વૃત્તાંત કહી તે બન્ને જુગારીને સોંપી કહ્યું : “હે ! સ્વામી ! આજ તો આ બન્નેને આપ છોડી મૂકો. પ્રથમ તો આ શેઠે આલોયણા લેનારની જેમ યથાર્થપણે પોતે કરેલા દુષ્કતને પોતે જ કહી આપ્યું છે, તેથી
ઠગની ધૂર્તતા
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org