________________
(ગભારામાં) તેજ વડે અંધકારનો નાશ કરનાર અને અંજન (મેષ) વિનાના એકેક અમૂલ્ય રત્નદીપકને તેણીએ મૂક્યા તથા શત્રુંજયાવતાર નામના આદિનાથના મુખ્ય ચેત્યમાં દેદીપ્યમાન સુવર્ણના લાખ જવ પણ મૂક્યા. જે માણસ લક્ષ પ્રતિપદાને દિવસે જિનેશ્વરની પાસે લાખ ધાન્યને (ધાન્યના લાખ દાણાને) મૂકે છે, તે માણસ આ ભવ અને પરભવમાં બે રીતે અમાત્રધાન્ય થાય છે. વળી, તેને તે જ વર્ષે દુકાળ હોય તોપણ કીટકથી દૂષણ નહીં પામેલું, મુઠ્ઠીના માપ વડે ભરી ન શકાય એટલું બધું ઘણું ધાન્ય સુલભ થાય છે. તેમ જ બત્રીશ વર્ષની વયવાળી તે લીલાવતી રાણીએ હર્ષથી શ્રી જિનેશ્વરની પાસે સુવર્ણના બત્રીશ બીજોરાં પણ મૂક્યાં. અરિહંતની પાસે એક પણ ફળ મૂક્યું હોય તો તે અનંત ફળને આપનાર થાય છે, તેથી હે ભવ્યો ! જિનેન્દ્રની પાસે ભાવથી ઉત્તમ ફળ મૂકો. તથા રાણીએ જિનેશ્વરની પાસે એક મૂઢક-મણ પ્રમાણ ઘઉંના મધુર, ઘણા ઘીવાળા, મોટા, ઉજ્જવળ ને ગોળ લાડુઓનો ઢગલો કર્યો. આ પ્રમાણે વિધિપૂર્વક તે દિવસને કૃતાર્થ કરી રાણી, ઘોડે સવારના પરિવાર અને વેશ્યા સહિત, પોતાના મહેલ તરફ ચાલી.
આ રીતે રાણી આવતી હતી, તે વખતે તેના અશ્વોની ખરીનો અવાજ શેઠે સાંભળ્યો. તરત જ તેને ગયેલી લક્ષ્મી પાછી વાળવામાં
૧. લાખી પડવો એટલે કાર્તિક સુદી એકમ. ૨. અપ્રમાણ (ઘણા) ધાન્યવાળો તથા માત્ર એટલે કાના વિનાનો ધાન્ય એટલે ધન્ય (પુણ્યવાન) થાય છે.
પેથડકુમાર ચરિત્ર
૧ ૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org