________________
શેઠ ન જાણે તેમ, પાસાદિકના કપટ વડે વારંવાર જીતવા લાગ્યો. અનુક્રમે તે શ્રેષ્ઠી પોતાનું સર્વ ધન, ધાન્ય અને અલંકારો હારી ગયો. તે વખતે તે પત્નીએ તેને રમવાનો ઘણો નિષેધ કર્યો, તોપણ શેઠ છેવટે પોતાના મહેલને શરતમાં મૂકી રમવા લાગ્યો. કહ્યું છે કે –
બધા રાગોમાં વેરાટી નામનો રાગ મીઠો લાગે છે; જુગારમાં પરાજય મીઠો લાગે છે; સ્નેહમાં રિસાવું મીઠું લાગે છે અને શત્રુ પર મારો ચલાવવો મીઠો લાગે છે.” (૬૧)
છેવટે તે શેઠ મહેલ પણ હારી ગયો, ત્યારે ધૂર્તે કહ્યું: “તમે અહીંથી નીકળી જાઓ, એમ મારે તમને શી રીતે કહેવાય ? પરંતુ તમે તમારી જાતે જ જેમ યોગ્ય લાગે તેમ કરો.” આ સાંભળી રાત્રિનો છેલ્લો પ્રહર બાકી રહ્યો હતો તે વખતે, જેમ પ્રભાત થતાં પારકા મહેલમાં પેઠેલો ચોર કાંઈ પણ લીધા વિના ત્યાંથી નીકળી જાય તેમ, શેઠ પોતાની પ્રિયાને આગળ કરીને, કાંઈ પણ વસ્તુ લીધા વિનાનો (હાથે-પગે), તે મહેલમાંથી નીકળી ગયો. તે ચિંતા સહિત જ્યારે બહાર આવે છે ત્યારે, રાજાદિકના આગમનને સૂચવનારો, તરંગની જેવા ચપળ અશ્વોની ખરીઓનો અવાજ સાંભળવામાં આવ્યો.
આ વાતનો સંબંધ એવો છે કે મંત્રીની પ્રિયાના કહેવાથી રાત્રિના ચોથે પ્રહરે લીલાવતી રાણી ચૈત્યોને વાંદવા માટે નીકળી હતી. તેણીએ પ્રથમથી કૂંચીઓનો ઝૂડો પોતાની પાસે મંગાવી રાખ્યો હતો, તેથી તે ચૈત્યોનાં દ્વારો ઉઘાડીને પોતાના આત્માના પ્રવેશને માટે સિદ્ધિનાં દ્વારને તેણીએ ઉઘાડ્યાં. તેમાં મુખ્ય બિંબની પાસે
ઠગની ધૂર્તતા
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org