________________
રમવાની ઇચ્છાથી તેને ઘેર ગયો. ત્યાં તેને શેઠે આદરપૂર્વક આસન આપ્યું, એટલે ધૂર્તે તેને કહ્યું : “હે શેઠ ! આજ તમે દ્યૂત કેમ રમતા નથી ? કેમ કે આજનો દિવસ સર્વ જગાર રમવાના દિવસોમાં નાયક છે.'' ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું : “તમે કહો છો તે ખોટું નથી, પરંતુ રાજાનો હુકમ ઉલ્લંઘન કરવામાં જેટલો ભય છે તેટલો યમરાજાનો પણ ભય નથી.’’ ત્યારે ધૂર્તે કહ્યું : “જો રાજા જાણે તો ભય ખરો, પરંતુ એવું ગુપ્ત દ્યૂત રમીએ કે રાજા જરા પણ જાણી ન શકે.'' આ પ્રમાણે કહીને તેણે પણ (શરત)માં મૂકવાનું તે ઉજ્વળ કુંડળ તેને દેખાડયું. તે જોઈ શેઠે પોતાની પ્રિયા પાસે ચોપાટ, પાસા અને સોગઠાં મંગાવ્યાં. રત્નોરૂપી નક્ષત્રોથી શોભતા કુંડળરૂપી ચંદ્રને જોઈ શેઠનો લોભરૂપી સમુદ્ર ઊછળવા લાગ્યો લોભસાગરના કલ્લોલ ઊછળવા લાગ્યા. કહ્યું છે કે
“નિર્દયતા, અહંકાર, લોભ, કઠોર ભાષણ અને નીચ પાત્રમાં પ્રીતિ-આ પાંચ લક્ષ્મીના સહચારી છે. (જ્યાં લક્ષ્મી હોય ત્યાં આ પાંચ દોષ હોય છે.)'' (૬૦)
પછી ઓરડાનાં દ્વાર બંધ કરી, તેને સાંકળ તથા તાળું વાસી તે બન્ને ચતુર જનો મોટી ઇચ્છાથી પાસા રમવા લાગ્યા. જેમ વાનર એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર વારંવાર આવ-જા કરે છે, તેમ કેટલોક વખતે ધૂર્ત અને શ્રેષ્ઠીની વચ્ચે જીત આવ-જા કરવા લાગી. (કોઈ વખત ધૂર્ત અને કોઈ વખત શ્રેષ્ઠી એમ બન્નેનો વચ્ચે વચ્ચે જય થવા લાગ્યો.) પછી શ્રેષ્ઠીનાં નેત્રો વિદ્યા વડે અંધ કરીને તે ધૂર્ત, પેથડકુ માર ચરિત્ર
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org