________________
વા.
લેવાની ઇચ્છા થઈ, કેમ કે જેની જે ટેવ હોય તે કેમ જાય? હનુમાન ઐશ્વર્ય પામ્યો છતાં પણ ફળ લેવા માટે ફાળ મારતો હતો; અને બિલાડો ક્રીડામાં મગ્ન થયો હોય તોપણ ઉંદર દેખે તો તરત જ તેને પકડવા દોડે છે. તેથી તે પૂર્વે કહ્યું : “હે સારી ભૂકુટિવાળી ! તારા કાન એક કુંડળથી બરાબર શોભા આપતા નથી. તેથી તે મને આપ, કે જેથી તેને અનુસાર તેના જ જેવું બીજું કુંડળ હું કરાવી લાવું.” તે સાંભળીને વાંદરાને કેરી આપવાની જેમ તેણીએ લોભથી તે કુંડળ તેને આપ્યું. એટલે તે ધૂર્ત તેને લઈને ચાલ્યો ગયો તે ગયો ને ફરીથી ત્યાં આવ્યો જ નહીં !
આવા અવસરે દિવાળીના દિવસો આવ્યા. વર્ષાઋતુની જેમ તે દિવસોમાં મનુષ્યોના હૃદયરૂપી સરોવરમાં રહેલું હર્ષરૂપી જળ મર્યાદા રૂપી પાળને ઓળંગીને ચોતરફ પ્રસરે છે. પ્રાયે કરીને તે પર્વમાં સર્વ જનો અલંકારાદિ પહેરે છે; દીવાઓ કરે છે; આનંદમાં વર્તે છે, સારું સારું ભોજન કરે છે; મુખમાં તાંબૂલ વગેરેનો રંગ કરે છે અને સારો વેષ ધારણ કરે છે. તે દિવસોમાં સ્ત્રીઓના હાથમાં રહેલી ઢીંગલીરૂપ ગોફણોથી મૂકેલા લાડુરૂપી ગોળાઓ નિશાનરૂપ કરેલા મનુષ્યને જિવાડે છે એ મોટું આશ્ચર્ય છે. દિવાળીના આવવાથી ચૌદશને દિવસે કોઈ વ્યસનવાળો માણસ પણ રાજાના ભયને લીધે જુગાર રમતો ન હતો.
તે નગરમાં ઘણી લક્ષ્મીવાળો શ્રીપાળ નામનો શેઠ ધૂત રમવામાં અતિ આસક્ત હતો. તે વૃત્તાંત સાંભળીને ધૂર્ત ધનિકનો વેષ લઈ
ઠગની ધૂર્તતા
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org