________________
સાથે તમારા પુત્રને મોકલો.'' તે સાંભળી તેણે પોતાના પુત્રને તેની સાથે મોકલ્યો. તેને લઈ તે ધૂર્ત દોશી વાણિયાની દુકાને ગયો. ત્યાંથી પણ તે માયાવીએ ઉત્તમ વસ્ત્રો લઈ તે દોશીને કહ્યું : ‘આ મારો પુત્ર અહીં તમારી પાસે બેઠો છે, તેટલામાં હું હમણાં જ મારી સ્ત્રીને આ લૂગડાં દેખાડીને આવુ છુ.'' આ પ્રમાણે કહી, તે બાળકને ત્યાં મૂકી, વસ્ત્રો લઈ, તે ચાલ્યો ગયો. પછી જ્યારે ભોજનનો સમય થયો, ત્યારે તે વાણિયાએ પોતાના પુત્રની શોધ કરી. છેવટે તેને દોશીની દુકાને બેઠેલો જોયો, તેથી તે વાણિયાને તે દોશીની સાથે તે પુત્રની બાબતમાં મોટો વિવાદ થયો, કે જેથી સર્વ મનુષ્યો હસવા
લાગ્યા.
હવે તે ધૂર્ત રસોઈ કરાવી ભોજન કરી ઉત્તમ વેષ ધારણ કરી કામકાંતા નામની વેશ્યાને ઘેર ગયો. ત્યાં ધૂર્તતાથી ઉપાર્જન કરેલાં તે વસ્ત્રો તેણે પ્રસન્ન થઈને વેશ્યાને આપ્યાં. ગાયનો વધ કરી કાગડાને પોષણ કરનાર જેવા તે ધૂર્તને ધિક્કાર છે ! જેઓ વેશ્યાઓમાં ધર્મનો નાશ કરનાર ધનનો વ્યય કરે છે, તે મૂર્ખ જનો સુવર્ણના ભાલાને કાદવમાં નાંખવા જેવું કરે છે. જ્યાં સુધી દાનરૂપી જળની વૃષ્ટિ થાય છે ત્યાં સુધી જ કાંઈક ભીનાશ રહે છે, તેવી મારવાડ દેશના જેવી વેશ્યાઓમાં કોણ બુદ્ધિમાન પ્રીતિ રાખે ? વેષની પ્રાપ્તિથી વિશ્વાસ પામેલી વેશ્યાએ એકદા રાજપુત્રે આપેલું મણિ અને મોતીનું જડેલું મનોહર સુવર્ણકુંડળ પહેર્યું. તેજ વડે સૂર્યમંડળનો પણ તિરસ્કાર કરનાર તે કુંડળ જ્યારે ધૂર્તે જોયું, ત્યારે તેને તે લઈ પેથડકુમાર ચરિત્ર
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org