________________
માપવા
ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ
રાજાએ જમણો હાથ લાંબો કર્યો તે વખતે લોકોએ જય જય શબ્દ કર્યો અને રાજા સહિત સામેતાદિકે હાસ્ય કર્યું. તે વખતે જોનારા કેટલાક લોકોએ મંત્રીની ઉદારતાની પ્રશંસા કરી, કેટલાકે તેની બુદ્ધિની અને કેટલાકે તેના સાહસની પ્રશંસા કરી. શુદ્ધ ઉત્પત્તિ
સ્થાનવાળું, ઉત્તમ સુગંધવાળું, રાજાઓને આપવા લાયક અને ઉજવળ વર્ણવાળું જેવું કપૂર આપ્યું, તેવા જ યશને પણ તે પામ્યો. પછી રાજાએ તે મંત્રીને કહ્યું : “આજ સુધી મારો જમણો હાથ કોઈએ લાંબો કરાવ્યો નથી, તે તે આજે લાંબો કરાવ્યો છે, તેથી હું તારા પર તુટમાન થયો છું, માટે તું ઇચ્છા પ્રમાણે વરદાન માગ.” ત્યારે મંત્રીએ કહ્યું : “હે દેવ વચનની સત્યતા વગેરે મોટા ગુણરૂપી પુષ્પ વડે શોભતા કલ્પવૃક્ષ સમાન આપની પાસે હું અવસરે વરદાન માગીશ. (ત્યાં સુધી મારું વરદાન આપની પાસે થાપણરૂપ હ.)''
ત્યાર પછી રાજાએ ત્યાંથી ઊભા થઈને તે સર્વે (બત્રીશ) સંઘપતિઓને મોટા હાથીઓ ઉપર ચઢાવી મોટા ઉત્સવપૂર્વક કર્ણાવતી નગરીમાં પ્રવેશ કરાવ્યો. તેમને પોતાના રાજમહેલમાં લાવી રાજાએ પહેરામણી આપી અને તેમને ઊતરવા માટે મોટા આવાસો આપ્યા. ત્યાં તેઓ ત્રણ દિવસ રહ્યા. પછી શ્વભ્રમતી-સાબરમતી
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
પેથડકુમાર ચરિત્ર
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org