________________
જ તેના હાથમાંથી તાંબૂલનું બીડું ઝડપી લીધું. પછી મંત્રી કપૂર લાવવા માટે અંદર ગયો, પરંતુ તાંબૂલની બાબતમાં તે પોતાના ચિત્તમાં આશ્ચર્ય પામ્યો હતો, તેથી તેણે રાજાના કોઈ સેવકને તે બાબત પૂછીને બીડું ઝડપી લેવાનું કારણ જાણી લીધું. પછી મંત્રી ઘણું કપૂર લાવીને સર્વ લોકોના દેખતાં રાજાના હાથમાં ધાર વડે નાંખવા લાગ્યો. રાજાએ ડાબો હાથ ધર્યો હતો. તે તેવા ઊંચી જાતના કપૂર વડે શિખા સહિત ભરાઈ ગયો અને કપૂર નીચે પૃથ્વી પર પડવાનો વખત આવ્યો, એટલે તે નહીં પડવા દેવાના હેતુથી રાજાએ એકદમ જમણો હાથ લાંબો કર્યો, તે ઉપર કવિ ઉલ્લેક્ષા કરે છે કે
બન્ને હાથ યુગલપણે સાથે ઉત્પન્ન થયા છતાં પણ અધર્મના કાર્ય કરવામાં નિપુણ હોવાથી જુદા પડેલા ડાબા હાથને પુણ્યકર્મની પરંપરા કરવાથી અત્યંત મોટાઈને પામેલા જમણા હાથે, કપૂર પડી જવા લાગ્યું તે વખતે, તેને નહીં પડવા દેવા માટે, પોતાના અપરિગ્રહરૂપ વ્રતનો ત્યાગ કરી, જે સહાય કરી, તેથી હું માનું છું કે તે વખતે જમણા હાથનું લોહી તપ્યું હતું તેથી તેણે સહાય કરી હતી, કેમ કે લોહી તપવામાં સ્વજનપણું જ કારણ છેસ્વજનપણાથી જ લોહી તપે છે. (અહીં બન્ને હાથ સાથે ઉત્પન્ન થયેલા હોવાથી સ્વજનપણું સ્પષ્ટ જ છે.)”
૧૮૧
ઝાંઝણ મંત્રીએ કરેલું કપૂરનું અર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org