________________
નામની નદીની પાસે મંડપ(માંડવગઢ)ની રચના કરી, રાજાને જણાવી, તેની આજ્ઞાથી, તેઓ ત્યાં જઈ રહ્યા.
ઝાંઝણ મંત્રીએ કેદમાંથી છોડાવેલા છ— રાજાઓ
એકદા આ રાજાએ છ— રાજાઓને કેદ કર્યા છે એમ સાંભળી તેમને છોડાવવાની ઇચ્છાથી ઝાંઝણ મંત્રી રાજાની પાસે આવ્યો અને અવસર પામીને બોલ્યો : “હે દેવ ! આપે તે વખતે પ્રસન્ન થઈને જે વરદાન આપ્યું હતું અને કોશમાં થાપણરૂપે મૂક્યું હતું, તે મને આજે કૃપા કરીને આપો.” ત્યારે રાજાએ કહ્યું : “તમને જે ઇષ્ટ હોય તે માગો.” ત્યારે શ્રેષ્ઠ મંત્રીએ ધન આપવા પૂર્વક છ— રાજાઓ માગ્યા. તે સાંભળી રાજાનું મન ચિંતાગ્રસ્ત થયું. જે વચન આનંદને વખતે અપાયું હોય તે પછીથી આપવું (પાળવું) દુષ્કર થાય છે. દાનને અવસરે મહાપુરુષનું શરીર પણ કંપાયમાન થાય છે; રણસંગ્રામમાં ભીમ પણ દાન દેવું પડશે એવી શંકાથી સંકોચ પામ્યો હતો. રાજાને કેદ કરેલા રાજાઓને છોડવા એ રુચતું નથી એમ જાણી તે ચતુર મંત્રીએ બીજી વાત કરીને આ બાબત ઢાંકી દીધી. જેમ પાત્રમાં આવેલું દાન, જળમાં નાંખેલું તેલ અને દુર્જન પુરુષની પાસે કહેલું ગુપ્ત વૃત્તાંત પ્રસરી જાય છે, તેમ રાજા ત્યાંથી ઊભો થઈને ગયો કે તરત જ તે વાત લોકમાં પ્રસરી ગઈ. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૮૩ ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org