________________
આ અવસરે આભુ મંત્રી પણ યાત્રા કરીને ત્યાં જ આવ્યો હતો; તેણે પ્રથમથી જ આ વાત સાંભળી હતી. તેથી યશ અને પુણ્ય મેળવવાની ઇચ્છાથી તે કેદી રાજાઓને છોડી મુકાવવા ઉત્સુક થયો. કહ્યું છે કે
જેમ સમુદ્રને વિષે કાંકરા અધમ છે, શંખ મધ્યમ છે અને રત્ન ઉત્તમ છે; જેમ લક્ષ્મીમાં નાશ અધમ છે, શરીરના ભાગનો વ્યય મધ્યમ છે અને દાન ઉત્તમ છે; જેમ શ્રીફળના વૃક્ષમાં પાંદડાં અધમ છે, પુષ્પ મધ્યમ છે અને ફળ ઉત્તમ છે; જેમ શરીરમાં રોગ અધમ છે, મળ મધ્યમ છે અને પરોપકાર કરવો ઉત્તમ છે; તેમ મનુષ્યના આયુષ્યમાં દુષ્કર્મ કરવું તે અધમ છે, કીર્તિ ઉપાર્જન કરવી મધ્યમ છે અને પુણ્ય ઉપાર્જન કરવું તે ઉત્તમ છે.” (૭૪)
આ અવસરે ત્યાં ગંગાના જળ જેવા ઉજજવળ એકસો ને દશ મોટા જાતિવંત અશ્વો વહાણમાં આવેલા હતા, તે લઈને રાત્રિમાં તે આભુ ત્યાં આવ્યો અને રાજા સૂતો હતો ત્યારે તેના મહેલની ચોતરફ ફરતા હર્ષથી ખારવને કરતા તે ચપળ ઘોડાઓ વડે લાંબી વલ્લી બાંધી. (વેલડીની જેમ લાંબા સરકલમાં તે ઘોડાઓ બાંધ્યા.) ત્યાર પછી પ્રાતઃકાળે વાજિંત્રોના નાદ અને અશ્વોના હેકારવ વગેરે વડે નિદ્રાનો ત્યાગ કરી રાજાએ ચોતરફ દૃષ્ટિ ફેરવી, ત્યારે તેણે તે ઘોડાઓ જોયા. જેમ કાનના કુંડળની ફરતાં મોતીઓ શોભે છે, જેમ સરોવરને ફરતા હંસો શોભે છે, જેમ ચૈત્યની ફરતી દેવકુલિકાઓ શોભે છે, પેથડકુમાર ચરિત્ર
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org