________________
તેમ તે મહેલની ફરતા અશ્વો શોભતા હતા. આશ્ચર્ય વડે વિકસ્વર દષ્ટિવાળો રાજા તે અશ્વોને જોઈ વિચાર કરવા લાગ્યો કે, “આ અશ્વો કોના છે ? તથા કોણે અને કયા કાર્યને માટે અહીં બાંધ્યા છે ?' આ પ્રમાણે રાજા વિચાર કરે છે, તેટલામાં કોઈ પ્રધાને પ્રથમથી જ આ વૃત્તાંત જાણેલો હોવાથી આવીને રાજાને નમસ્કાર કરી વિનંતિ કરી કે, “હે સ્વામી ! આ અશ્વો આભુએ બાંધ્યા છે.” રાજાએ પૂછયું કે, “તે આભુ ક્યાં ગયો ?” પ્રધાને કહ્યું, “હમણાં આપને નમસ્કાર કરવા તે અહીં આવશે.”
આ પ્રમાણે તે વાત કરે છે તેટલામાં આવ્યું પણ ભેટ લઈને રાજા પાસે આવ્યો. અને તેણે રાજા પાસે કેદ કરેલા છ— રાજાઓને મુકાવવા માટે વિનંતિ કરી. ત્યારે રાજાએ કહ્યું : “ઝાંઝણે તેમને પ્રથમ માગ્યા છે.” ત્યારે આભુએ કહ્યું : “આ બાબતમાં ઝાંઝણે આપને વિજ્ઞપ્તિ કરી છે, પરંતુ તે આપે સ્વીકારી નથી. તેથી મારા ઉપર આપનો આ પ્રસાદ હો ! અને તેમ કરવાથી હે દેવ ! કાંઈ પણ દોષ નથી. જો મારા કહેવાથી આપ તેમને નહીં છોડો તો ‘આખા ગુજરાત દેશમાં કોઈ પણ એવો મોટો શ્રેષ્ઠી-ધનપતિ નહીં હોવાથી માલવ દેશના મંત્રીએ કેદ કરેલા રાજાઓને છોડાવ્યા.” એની વાત પ્રસિદ્ધ થશે તો આપનું અને આપના દેશનું પાણી ઊતરશે. (માટે મારી વિજ્ઞપ્તિથી આપે તેમને છોડવા એવો દેખાવ કરવાથી અને હું આપના દેશનો હોવાથી આપનું અને દેશનું ઊલટું સારું દેખાશે).” આવા તે આભુનાં વચન રાજાના હૃદયરૂપી અરીસામાં • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૮૫ ઝાંઝણ મંત્રીએ રાજાના લાંબા કરાવેલા બંને હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org